બેઇજિંગઃ દુનિયાભરમાં છેલ્લા 14 મહિનાથી કોરોના વાયરસ (Coronavirus) એ હાહાકાર મચાવી દીધો છે. હવે આ વાયરસને લઈને વધુ ચિંતા ઊભી કરનારા અહેવાલો સામે આવી રહ્યાં છે. ચીનમાં આઇસ્ક્રીમ (Ice-cream)માં કોરોના વાયરસ મળ્યો છે. અત્યાર સુધી ત્રણ સેમ્પલ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ આઇસ્ક્રીમ જે મિલ્ક પાવડરથી બનાવવામાં આવ્યો હતો તે ન્યૂઝીલેન્ડ અને યૂક્રેનથી મંગાવ્યો હતો.હાલ આઇસ્ક્રીમના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. ઉપરાંત તમામ જૂના અને નવા સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલો ઉત્તર ચીનના તિયાનજીન નગરપાલિકાનો છે જયાં મહામારીની વિરુદ્ધ કામ કરી રહેલા અધિકારીઓને ત્રણ આઇસ્ક્રીમના સેમ્પલમાં કોરોના સંક્રમણ મળ્યું છે. આ આઇસ્ક્રીમને બનાવનારી ડેક્વિડો ફુડ કંપનીના અનેક સ્ટાફ આ આઇસ્ક્રીમના ડબ્બાના સંપર્કમાં આવ્યાં હતા. કંપની કામ કરનારા તમામ 1662 સ્ટાફ પર નજર રાખી રહી છે. સાથે હવે તેમના કોરોના ટેસ્ટ કરાવવવામાં આવી રહ્યાં છે.
શું કહી રહ્યાં છે ડૉક્ટર?
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં યુનિવર્સિટી ઓફ લીડ્સના વાયરોલોજિસ્ટ ડૉક્ટર સ્ટીફન ગ્રિફિને કહ્યું કે, આઇસ્ક્રીમમાં સંક્રમણ પહોંચવાથી મોટી ચિંતા કરવાની જરૂર નથી. શક્ય છે કે વાયરસ કોઈ સંક્રમિત વ્યક્તિથી આવ્યો હોય. જો કે આ મામલે જુદી જુદી ટીમો દ્વારા તપાસ થઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Muthoot ફાઇનાન્સના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટનું પડી જવાથી મોત, પોલીસે શરૂ કરી તપાસ
2021-03-07 10:16:28
અમેરિકામાં NRI પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, મૂળ સુરતનો પરિવાર અહીં ચલાવતો હતો મોટલ
2021-03-07 09:53:17
સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લૂંટારુઓ દેખાયા CCTVમાં
2021-03-07 09:11:00
મોદીને સાંભળવા કોલકત્તામાં સવારથી લોકો ઉમટ્યા, મિથુન ચક્રવર્તી પણ જોડાશે ભાજપમાં
2021-03-07 08:58:42
West Bengal Election: કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો વધુ વિગતો
2021-03-07 08:51:08
17 વર્ષના છોકરાએ માતા-પિતા- બહેનની કુહાડી મારીને કરી નાખી હત્યા, કારણ જાણીને તમે ચોકી ઉઠશો
2021-03-05 21:47:09
ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણીથી લોકોમાં ફફડાટ
2021-03-05 09:21:52
માર્કેટમાં આવી ગઇ છે નકલી કોરોનાની રસી, જાણો ઇન્ટરપોલે શું કહ્યું ?
2021-03-05 09:09:09
સેટેલાઈટ ઈમેજમાં ચીનની હરકતો આવી સામે, ડેપસાંગમાં મેન પોસ્ટ પાસે નાંખ્યા ધામા
2021-03-03 09:14:57