Wed,24 April 2024,12:33 pm
Print
header

ગુજરાતમાં લોકડાઉન મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં શું આપ્યું નિવેદન ?

સુરતઃ હાઈકોર્ટે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવું પડે એવી સ્થિતી હોવાનું ગંભીર અવલોકન કર્યું છે. હાઈકોર્ટે તો રાજ્યમાં ત્રણ-ચાર દિવસ માટે કર્ફ્યૂ લાદવા અને વીક-એન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ કર્ફ્યૂ લાદવા અંગે વિચારવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. આ અંગે સુરત ખાતે પત્રકાર પરીષદમાં પ્રશ્ન પૂછાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે કરેલા નિર્દેશ મુદ્દે ચેનલો દ્વારા ખબર પડી છે.  એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે પણ વાત થઈ છે. તેમના તરફથી રિપોર્ટ મળ્યાં પછી કોર ગ્રુપની મીટિંગમાં ચર્ચા કરીને પછી યોગ્ય નિર્ણય કરીશું. અત્યારે કંઈ કહી શકાય એમ નથી.

ગુજરાત સરકારે હાઈકોર્ટની ટકોરને ગંભીરતાથી લઈને જણાવ્યું છે કે રાજ્ય સરકાર હાઇકોર્ટનાં અવલોકનનો અભ્યાસ કરશે અને અવલોકન તથા ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વાર નિર્ણય લેવાશે.રાજ્ય સરકારે જણાવ્યું કે, મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના અવલોકન અંગે વિસ્તૃત ચર્ચા કરીને પછી નિર્ણય કરાશે.

એવી ચર્ચા ચાલી છે કે, ગુરુવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોમાં સૌથી મોટી ચિંતા લોકડાઉનમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે તેની હોય છે. સાથે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો ખરીદી કરવા માટે મોલ તેમજ શાક માર્કેટ સહિતમાં લાઈનો લગાવીને ઉભેલા નજરે ચઢી રહ્યાં છે. જો કે કોઇએ હાલમાં ગભરાવવાની જરૂર નથી, સરકાર કોઇ પણ નિર્ણય જનતાના હિતમાં જ લેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch