Tue,16 April 2024,9:32 pm
Print
header

ભૂપેન્દ્ર પટેલની શપથવિધીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી રહી શકે છે હાજર

ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં કરી પૂજા, અમિત શાહ આવશે શપથવિધીમાં  

ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યાં બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ભાજપના ધારાસભ્ય છે. તેમને રાજભવન જઈને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રાજ્યપાલ સામે રજૂ કરી દીધો છે. રાજ્યપાલે તેમને આવતીકાલે બપોરે 2.20 વાગ્યાનો શપથનો સમય આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલની શપથવિધી સમારોહ આવતીકાલે યોજાશે. જેમાં હાજરી આપવા માટે દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 

ભૂપેન્દ્ર પટેલના શપથવિધી સમારોહમાં ભાજપ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થઇ શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, ગોવાના મુખ્યમંત્રી  પ્રમોદ સાવંત,આસામના હેમંત બિશવા શરમા, મધ્યપ્રદેશ સીએમ શિવરાજસિંહ ચૌહાણ ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી શકે છે.

ભૂપેન્દ્ર પટેલની ગણના આનંદીબેન પટેલના નજીકના વ્યક્તિ તરીકે થાય છે, આનંદીબેન પટેલના કારણે જ તેઓ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યાં હતા. આનંદીબેન પટેલ જે વિધાનસભા બેઠક પરથી ચૂંટાતાં હતાં એ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.આનંદીબેન પટેલે મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું તે પછી તેમનાં પુત્રી અનાર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાવાની માંગ થશે તેમ મનાતું હતું પણ આનંદીબેન પટેલે પોતાની નજીકના ભૂપેન્દ્ર પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch