મુંબઈ: મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થયો છે. રાજ્યમાં પરિસ્થિતિ ગંભીર છે. જેથી કાલે રાત્રે 8 વાગ્યાથી બ્રેક ધ ચેન અભિયાન શરુ કરવામાં આવશે. રાજ્યમાં 15 દિવસ સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવશે. કલમ 144 લગાવાશે. જેથી 4 થી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં, આ એક મીની લોકડાઉન છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને અપીલ કરતા કહ્યું જો જરુર ન હોય તો ઘરની બહાર ન નીકળો. તેમણે કહ્યું મહારાષ્ટ્રમાં હાલ પૂર્ણ લોકડાઉન નહીં લગાવવામાં આવે.આ સાથે જ બસ, ટ્રાન્સપોર્ટ અને લોકલને બંધ નહીં કરવામાં આવે. પરંતુ આ તમામ સેવાઓ માત્ર આવશ્યક સેવાઓ માટે જ ચાલુ રહેશે.
તેમણે કહ્યું કોરોના સામેની જંગમાં વેક્સીની પ્રક્રિયાને ઝડપી કરવી પડશે. તેમણે પ્રધાનમંત્રીને ઉદ્યોગોને મદદ કરવાની અપીલ કરી છે. સાથે જ તેમણે હવાઈમાર્ગે ઓક્સિજનનો જથ્થો લાવવાની કેંદ્ર પાસે મદદ માંગી છે. ઉદ્ધવ ઠાકરેએ હવાઈમાર્ગે ઓક્સિજનનો જથ્થો લાવવાની કેંદ્ર પાસે મદદ માંગી છે. મહારાષ્ટ્રમાં રસી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં અનેક આપત્તિઓનો સામનો કરવાની તાકાત છે. મેડીકલ સેવાઓ અને આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવી છે. કર્ફ્યૂનો ભંગ કરવ બદલ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાશે.રાજ્યને સંબોધન કરતાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. અહીં કોરોના વાયરસ નિયંત્રણ બહાર ગયો છે. કોરોના માટે બનાવવામાં આવેલી બધી સુવિધાઓ ટૂંકી પડવા માંડી છે. પરિસ્થિતિ ખૂબ જ ડરામણી બની છે.
મીની લોકડાઉનના મહત્વના મુદ્દા
- ઈ-કોમર્સ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે
- હોટલ ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રહેશે.
- 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે
- ઈ-કોમર્સ અને મીડિયા ચાલુ રહેશે
- બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે.
- જો લોકો ભીડ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29