Mon,09 December 2024,12:39 pm
Print
header

હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખુને સમોસા ન મળ્યાં ! CID ને સોંપી દેવામાં આવી તપાસ

આ બધું હાસ્યાસ્પદ લાગી રહ્યું છેઃ ભાજપ

સુખુના રાજમાં રાજ્યની આર્થિક સ્થિતી કથળી હોવાનો ભાજપનો આરોપ

સીઆઇડીના કાર્યક્રમમાં પહોંચેલા સીએમને ન મળ્યાં સમોસા

હિમાચલ પ્રદેશ: સમોસાને લઈને હિમાચલ પ્રદેશના રાજકારણમાં જોરદાર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ એક કાર્યક્રમમાં પહોંચ્યાં હતા. ત્યાં તેમના નાસ્તામાં સમોસા મંગાવવામાં આવ્યાં હતા. પરંતુ ભૂલથી સમોસા તેમના સ્ટાફ પાસે પહોંચી ગયા હતા. ત્યાર બાદ આ મામલે નવી બબાલ શરૂ થઇ ગઇ છે. હવે આ કેસમાં તપાસ શરૂ થઇ ગઇ છે. બધું બાજુ પર મૂકીને અધિકારીઓ શોધવા લાગ્યા કે સમોસા ક્યાં ગયા ? હવે આ મામલે સીએમનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે સીઆઈડી સમોસા ગાયબ થવાની નહીં પરંતુ અન્ય કોઈ કેસની તપાસ કરી રહી છે.

અહેવાલો અનુસાર શિમલાના લક્કર બજારમાં આવેલી હોટેલ રેડિસન બ્લૂમાંથી મુખ્યમંત્રીના નાસ્તા માટે ત્રણ બોક્સ સમોસા લાવવામાં આવ્યાં હતા. પરંતુ સીએમને બદલે આ સમોસા તેમના સુરક્ષા કર્મચારીઓને પીરસી દેવામાં આવ્યાં હતા. સીઆઈડીના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આઈજી રેન્કના અધિકારીએ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને મુખ્યમંત્રી માટે હોટલમાંથી સમોસા અને કેક લાવવા કહ્યું હતુ.

સીએમ માટે રેડિસન બ્લુ હોટેલમાંથી ત્રણ બોક્સ નાસ્તો મંગાવ્યો હતો. એક પોલીસ અધિકારીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે જ્યારે તેમણે ફરજ પરના પ્રવાસન વિભાગના કર્મચારીઓને પૂછ્યું કે શું ત્રણ કોચમાં રાખવામાં આવેલો નાસ્તો મુખ્યમંત્રીને પીરસવામાં આવશે, તો તેમને કહ્યું કે આ મેનુમાં સામેલ નથી. આ સમોસા અન્ય કર્મચારીઓને આપી દેવામાં આવ્યાં હતા. જો કે સીએમ પણ એમ કહે છે કે તેઓ તેલયુક્ત વસ્તુઓથી દૂર રહે છે.

આ સમોસા એપિસોડે ભાજપને સરકાર પર નિશાન સાધવાની તક પણ આપી. ભાજપના મુખ્ય પ્રવક્તા રણધીર શર્માએ કહ્યું કે રાજ્ય સરકારને વિકાસના કામોની ચિંતા નથી. તેમની ચિંતા માત્ર મુખ્યમંત્રીના સમોસાની છે. ત્યારે હાલમાં તો આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે સમોસાકાંડની તપાસ માટે અધિકારીઓને લગાવી દેવામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch