પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશદાદા પણ રહ્યાં હાજર
રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષણીને મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા ખાતે પ્રચાર અર્થે ગયા હતા, આ સભાના સંબોધનમાં તબિયત લથડયા બાદ બીજા દિવસે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આજે રાજકોટમાં ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર હસ્તકના બાલાજી હનુમાન મંદિર ખાતે ભાજપ અગ્રણી ચેતન રામાણીના યજમાન પદે અને લોક કથાકાર જીગ્નેશદાદાની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીના દીઘાર્યું માટે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોના સામે લડી રહ્યાં છે ત્યારે તેમને આ મારુતિ યજ્ઞથી બળ અને આશીર્વાદ મળશે. તેઓ જલ્દીથી જલ્દી કોરોનામાંથી મુક્ત થાય એ જ અમારી ભગવાનને પ્રાર્થના છે. મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા રાજકોટની પ્રજાના હ્ર્દયમાં દુઃખની લાગણી જન્મી છે, પ્રજા પણ એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહી છે. વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં વણથંભી વિકાસયાત્રા આગળ વધી રહી છે. CM રૂપાણી દુરસ્ત અને દીર્ઘ આયુષ્ય ભોગવે, તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની ઊંચાઈ પ્રાપ્ત કરે અને પ્રજા કલ્યાણના કામો તેઓ કરતા રહે તેવી શુભેચ્છા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24
રાહુલ ગાંધીએ કોલ્લમમાં માછીમારો સાથે દરિયામાં લગાવી ડૂબકી, સામે આવી તસવીરો
2021-02-25 10:34:38
વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ હવે ઓળખાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે
2021-02-24 14:35:50
ભારતીયો આનંદો, અમરિકાનું નાગરિકત્વ મેળવવું બનશે સરળ, 2008 જેવો જ આપવો પડશે ટેસ્ટ
2021-02-24 11:04:48