Sat,20 April 2024,6:28 pm
Print
header

CM રૂપાણીએ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રાજકોટને ફાળવ્યાં 1.5 કરોડ રૂપિયા, જાણો ક્યાં વપરાશે પૈસા ?

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે હાલ કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. કોરોનાકાળમાં ઓક્સિજનની ઘટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની સંપૂર્ણ ગ્રાન્ટના 1.5 કરોડ રૂપિયા રાજકોટમાં પીડીયુ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવા માટે આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી દોઢ કરોડની ફાળવણી કરી છે મુખ્યમંત્રીએ પોતાની સંપૂર્ણ ગ્રાન્ટના દોઢ કરોડ રૂપિયા રાજકોટમાં પીડીયુ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ માટે આપ્યાં છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ મુખ્યમંત્રીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના વાયરસથી સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવા ખર્ચ થશે. આ ગ્રાન્ટ રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને ફાળવી આપી છે.

કોરોનાની સારવાર માટે ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા ફાળવવાના રહેશે. કોરોના સારવાર માટેના સાધનો-દવાઓ ખરીદવા ગ્રાન્ટ ફાળવવાની રહેશે. આ ગ્રાન્ટ સરકારી હોસ્પિટલમાં સાધનો માટે ફાળવવામાં આવશે. સરકારની કોર કમિટિમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch