ક્ષતિઓ સુધારવા તાત્કાલિક એક્શન પ્લાનનો આદેશ
સુરતઃ બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યાં હતા. તેમણે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જનજીવન ઝડપથી પૂર્વવત કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ રોકવા માટે મહત્વના નિર્ણયો લીધા હતા.
સુરતમાં વારંવાર સર્જાતી ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ અને ખાડી ડેવલપમેન્ટના લાંબાગાળાના આયોજન માટે રાજ્ય સરકાર રૂ. 500 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. ભારે વરસાદ અને પૂર દરમિયાન વહીવટી તંત્રમાં જે ક્ષતિઓ સામે આવી છે, તેનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તંત્રને તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા તાકીદ કરી છે.
સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાએલ પૂરની સ્થિતિ અંગે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં રિવ્યુ બેઠક યોજીને તંત્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સાફસફાઈ… pic.twitter.com/QjDQeLo3zG
તમામ વરસાદી અસરગ્રસ્તોને કેશ ડોલ્સ અને ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવા વહીવટી તંત્રને નિર્દેશ આપ્યાં હતા. પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં સાફસફાઈ, રોગચાળો ન ફેલાય તે માટેના રોગ નિયંત્રણ પગલાં અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કોઈ પણ કુદરતી આપત્તિ સમયે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સેતુરૂપ બને તે જરૂરી છે. તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને કામ કરે. રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા સુરત તંત્રની સાથે છે અને નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.
સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તેમજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil જીની સહઉપસ્થિતિમાં વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી. pic.twitter.com/EA8njQGfbH
— Harsh Sanghavi (@sanghaviharsh) July 9, 2026
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ભરુચમાં કલાસ-1 અધિકારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો, પોલીસને સ્યૂસાઇડ નોટ મળી | 2026-07-13 15:44:15
પુરનો પ્રકોર, સુરતની ખાડીમાંથી વધુ 3 મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક 29 થયો | 2026-07-09 17:50:13
સુરતમાં વરસાદનો કહેર, જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલીઓ વધી | 2026-07-08 09:06:57