ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત સંદર્ભે કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખડગેએ ગુજરાતીઓને અભણ અને મુર્ખ કહ્યાં હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસની આ માનસિકતાને નિંદનીય ગણાવીને આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ હંમેશાથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે ઝેર ઓકતી આવી છે.
મુખ્યમંત્રીએ ખડગેના નિવેદનને આઘાતજનક ગણાવતા કહ્યું કે, ગુજરાતીઓનું અપમાન છે, ખડગેના નિવેદનથી સાડા છ કરોડ ગુજરાતીઓ આક્રોષમાં છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ઝવેરચંદ મેઘાણી જેવા વિરલ વ્યક્તિત્વો આપનાર આ ધરતીનું અપમાન કરવું એ અશોભનીય છે. કોંગ્રેસે અગાઉ સરદાર સરોવર ડેમના દરવાજાની પરવાનગી રોકી રાખી હતી અને હવે તે ગુજરાતની પ્રગતિ જોઈ શકતી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, 5 રાજ્યોની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે બોખલાઈ ગઈ છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે, તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 6, 2026
આવા નિવેદનોથી કોંગ્રેસની ગુજરાત-વિરોધી માનસિકતા છતી થાય છે. pic.twitter.com/XqHtXt4KXN
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર ધારદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ખડગેજીએ આ અપમાન સમજી વિચારીને કર્યું છે. જે પાર્ટી ગુજરાતમાં જીતી નથી શકતી, તે ગુજરાતને કોસે છે. આ નેતૃત્વ નથી પણ ગુજરાત પ્રત્યેની ભડાશ છે. સંઘવીએ સવાલ પૂછ્યો કે, ખડગેજી એ બતાવો કે આ નફરતનું મૂળ શું છે? આ નિવેદન તમારું છે કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું છે? ઉપરાંત કહ્યું, રાજનીતિમાં વૈચારિક મતભેદ હોઈ શકે, પરંતુ આખા રાજ્યના લોકોનું અપમાન કરવું એ કોંગ્રેસની બિમાર અવસ્થા દર્શાવે છે. કોંગ્રેસ એક રાજ્યને બીજા રાજ્ય સાથે લડાવવાનું કામ કરી રહી છે.
ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો અયોગ્ય છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19