Wed,16 September 2026,2:53 pm
Print
header

CJP નો દાવો: દિલ્હીમાં હોલ માલિકોને ધમકી, ટૂંક સમયમાં જંતર-મંતર સીઝન-2 ની જાહેરાત

  • Published By
  • 2026-08-12 18:19:09
  • /

નવી દિલ્હીઃ કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના સંમેલનને લઈને વિવાદ ઊભો થયો છે. CJP ના સ્થાપક અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે બેઠક માટે હોલ બુક કરાવ્યાં બાદ તેના માલિકોને ધમકીઓ આપવામાં આવી હતી. તેમણે આ સમગ્ર ઘટનાક્રમ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે, જો કે આ આરોપોની પુષ્ટિ થઈ નથી.

દીપકેએ જણાવ્યુ કે CJP દ્વારા દિલ્હીમાં કાર્યકરોની એક બેઠક યોજવાની હતી, જેના માટે લાંબા સમયથી હોલની શોધખોળ ચાલી રહી હતી. ઘણી જગ્યાએથી 'ઉપરથી દબાણ' હોવાનું કહીને હોલ આપવાની ના પાડવામાં આવી હતી.

ઘણી મુશ્કેલીઓ બાદ એક હોલ બુક કરાયો હતો અને તેની રસીદ પણ પાર્ટી પાસે છે. પરંતુ બેઠક પહેલા હોલના માલિકોને એવી ધમકી આપવામાં આવી કે જો CJPની બેઠક યોજાવા દેવાશે તો તેમને ઊંધા લટકાવી દેવામાં આવશે.

દીપકેએ આક્ષેપ કર્યો કે આ બધું ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ દેશના યુવાનોથી ડરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી નાની હરકતોથી CJPના કાર્યકરો ડરવાના નથી.

ઇન્સ્ટાગ્રામ પર લોકો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ આપતાં અભિજીત દીપકેએ સંકેત આપ્યો કે જંતર-મંતર સીઝન-2 ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે CJP આગામી દિવસોમાં દિલ્હીમાં પોતાના વિરોધ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ ફરી તેજ કરવાની તૈયારી કરી રહી છે.

CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ આ મામલે દિલ્હી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે, શું દિલ્હી પોલીસ માત્ર ભાજપ માટે કામ કરી રહી છે?

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch