Sat,08 August 2026,10:22 pm
Print
header

આવતીકાલે CJP નું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોડાવા અપીલ

  • Published By Panna Patel
  • 2026-07-23 17:29:03
  • /
  • શાંતિપૂર્ણ વિરોધ કરવા અને એકજૂથ થવા અપીલ 
  • NMDCએ કનોટ પ્લેસમાં તમામ દુકાનો, રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ કર્યો

નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ 24 જુલાઈના રોજ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું છે. પાર્ટીએ વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી છે. જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના ધરણા-પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી હતી. CJP એ 24 જુલાઈએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.

આ પ્રદર્શન પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના તમામ મુદ્દાઓ તથા માંગણીઓને લઈને કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સતત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. CJP એ આ વિરોધ પ્રદર્શનની માહિતી એક ડિજિટલ પેમ્ફલેટ્ દ્વારા શેર કરી છે. આ પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યું છે. CJP એ લોકોને તેઓ મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ વિરોધ  કરે અને એકજૂથતા બતાવે તેવી અપીલ કરી છે.

સંગઠને દરેક જિલ્લામાં એક દિવસ માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ કરતાં જણાવ્યું કે આ આંદોલન દેશભરમાં પોલીસ કાર્યવાહીના પીડિતો સાથે એકજૂથતા દર્શાવવા માટે કરવામાં આવશે. પોસ્ટરમાં 'Every District. One Day. One Demand.' (દરેક જિલ્લો. એક દિવસ. એક માંગ.) નો સંદેશ આપવામાં આવ્યો છે.

CJP એ પ્રદર્શન દરમિયાન એકઠા થયેલા લોકો સામે વિદ્યાર્થીઓની માંગણીઓને જાહેરમાં વાંચવા અને પોલીસ કાર્યવાહીનો સામનો કરનારાઓ પ્રત્યે એકજૂથતા વ્યક્ત કરવા અપીલ કરી છે. સંગઠને જણાવ્યું કે પ્રદર્શન સંબંધિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, પ્રચાર સામગ્રી અને આવેદનપત્રનો ડ્રાફ્ટ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

પોસ્ટરના અંતમાં 'ઇંકલાબ ઝિંદાબાદ' અને 'ભારત માતા કી જે' ના નારાઓ સાથે દેશભરના લોકોને આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch