Sat,08 August 2026,10:07 pm
Print
header

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે સરકાર કાલે બપોર સુધી વિચાર કરે, CJP એ બેઠકમાં મૂકી ત્રણ શરતો

  • Published By Panna Patel
  • 2026-07-24 15:06:15
  • /

 - ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કઈ પણ મંજૂર નથી: અભિજીત દીપકે

- પેપર લિક સુધારા બિલને મોદી કેબિનેટની મંજૂરી, ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે કેસ 

નવી દિલ્હીઃ  NEET પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)નું આંદોલન સતત આગળ વધી રહ્યું છે. બીજી તરફ, સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી છે. તેઓ છેલ્લા 26 દિવસથી NEET પેપર લીકના વિરોધમાં ભૂખ હડતાળ પર બેઠા હતા.

દિલ્હી સહિત દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આજે કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે, સરકાર સાથે 10 મિનિટ વાતચીત થઈ હતી. અમે સરકાર સામે મુખ્ય ત્રણ માંગણીઓ મૂકી છે. જેમાં મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને રૂ. 1 કરોડનું વળતર મળે, પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી FIR પાછી ખેંચવામાં આવે તથા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું લેવામાં આવે.

 સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અમારી માંગ પર કાલે બપોર સુધીનો સમય માંગ્યો છે. અમને આશા છે કે સરકાર તેમને ટૂંક સમયમાં પદ પરથી હટાવી દેશે. 

આ બેઠક કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, જિતેન્દ્ર સિંહ અને કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ તથા રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા વચ્ચે યોજાઈ હતી. આ બેઠકમાં CJP નેતાઓએ સરકારને પોતાની લેખિત માંગણીઓ સોંપી દીધી છે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકે જણાવ્યું કે, અમને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કઈ પણ મંજૂર નથી. વિરોધ પ્રદર્શન બંધ કરવામાં આવશે નહીં. આ વિરોધ દેશના યુવાનોનો છે અને તે માત્ર સોનમ વાંગચુક કે દીપકે પૂરતો મર્યાદિત નથી. આ વિરોધ દેશના યુવાનોનો છે, કોઈ વિપક્ષી દળોનો નથી. જો સરકાર આ વિરોધનો ઉકેલ ઈચ્છતી હોય, તો તે માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ છે. મને લાગે છે કે સરકારે સોનમ વાંગચુકને કસ્ટડીમાં રાખ્યા હતા. જે.પી. નડ્ડા તેમને મળી શકતા હતા, પરંતુ વિપક્ષના કોઈ સાંસદ તેમને મળી શક્યા નહીં, અહીં સુધી કે અમે પણ તેમને મળી શક્યા ન હતા. મને ખુશી છે કે સોનમ સરે પોતાની ભૂખ હડતાળ પૂરી કરી દીધી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch