Wed,24 April 2024,10:26 am
Print
header

આવા શિક્ષકો સામે CID ક્રાઇમ કરશે તપાસ, જિલ્લા ફેરબદલી માટે બોગસ સર્ટિફિકેટનો ઉપયોગ કરનારા શિક્ષકો સામે લાલ આંખ

ખાસ કરીને ખેડા જિલ્લામાં તપાસ જરૂરી 

ગાંધીનગરઃ ગુજરાતમાં બોગસ તબીબી સર્ટિફિકેટનો ઉપયોગ કરીને નોકરી કરતા અનેક શિક્ષકો પકડાયા છે અને હવે પ્રાથમિક શિક્ષકો જિલ્લા ફેરબદલી માટે બોગસ તબીબી પ્રમાણપત્રો રજૂ કરી રહ્યાં હોવાના કિસ્સા સામે આવ્યાં છે જેમાં 17 જેટલા શિક્ષકોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી દેવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે તેમના ધ્યાન પર આવ્યું હતુ કે કેટલાક પ્રાથમિક શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં બોગસ તબીબી સર્ટિફિકેટનો ઉપયોગ કરી રહ્યાં છે જેને જોતા રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને 17 જેટલા શિક્ષકોની તપાસ સોંપી દીધી છે.

ગુજરાતના 8 જિલ્લાઓમાં આ પ્રકારના બનાવો સામે આવ્યાં હતા બાદમાં સરકારે આ કાર્યવાહી કરી છે. હજુ અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની તપાસ થશે, ખાસ કરીને ખેડા જિલ્લામાં નકલી તબીબી અને ડીગ્રીના નકલી સર્ટિફિકેટ પર કામ કરનારા અનેક શિક્ષકોને પહેલા છૂટા કરાયા હતા જો કે હજુ અનેક પ્રાથમિક શિક્ષકો અહીં ખોટા ડીગ્રી અને તબીબી સર્ટિફિકેટ પર નોકરી કરી રહ્યાંના આરોપ છે જેની તપાસ જરૂરી છે કારણ કે આવા કિસ્સાઓમાં જે ઉમેદવારે મહેનત કરીને વધુ માર્કસ મેળવ્યાં હતા તેઓને નોકરી નથી મળતી, સ્થળ બદલીમાં તેમને પણ પ્રાથમિકતા નથી મળતી, ત્યારે હવે બોગસ રીતે શિક્ષકો બની ગયેલા સામે તપાસ જરૂરી છે. નોંધનિય છે કે જિલ્લા ફેરબદલીમાં હવે શિક્ષકો હદય રોગ, કિડનીની બિમારી અને ડાયાબિટીસ જેવા રોગોને લઇને બોગસ સર્ટિફિકેટ રજૂ કરી રહ્યાં છે અને આવા સર્ટિફિકેટ ઇશ્યૂં કરનારા તબીબો સામે પણ કાર્યવાહી થવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch