Wed,13 November 2024,1:37 pm
Print
header

દેહ વ્યાપારનો પર્દાફાશ, CID ક્રાઈમે સ્પા-હોટલોમાં દરોડા પાડીને 42 આરોપીઓની કરી ધરપકડ- Gujarat Post

અમદાવાદ- ગાંધીનગરમાં 22 ગુના દાખલ કરવામાં આવ્યાં

20 જેટલી વિદેશી યુવતીઓ મળી આવી

Latest Ahmedabad News: અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઈમે મોટી કાર્યવાહી કરીને સ્પા-હોટલોમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલા શિવાલિક શિલ્પમાં સ્પા ની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું હતું, શિવાલિક શિલ્પના પહેલા માળે 119 નંબરની જગ્યા પર માયરા સ્પામાં દેહવ્યાપારનો વેપલો થતો હતો. માયરા સ્પાના સંચાલક મોસીન સિરાજ મેમણ અને સોનુ દિલીપ નાગ સામે ફરિયાદ નોંધાઇ છે, CID ક્રાઈમે ડમી ગ્રાહક મોકલતા આ ભાંડો ફૂટ્યો હતો. તપાસ દરમિયાન 6 યુવતીઓની અટકાયત કરાઇ છે.

ગાંધીનગરમાં હોટલો અને સ્પામાં CID ક્રાઈમે તપાસ હાથ ધરી છે. કેટલાક સ્થાન પર સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, CID ક્રાઈમને માહિતી મળી હતી કે સ્પા અને હોટલોમાં વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામા આવી રહ્યો છે. જેમાં 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા, જેમાંથી 14 સ્થળોએ રેડ સફળ થઇ છે. જ્યાંથી યુવતીઓ અને ગ્રાહકો મળી આવ્યાં હતા.

અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર, સેટેલાઈટ, એસજી હાઇવે, નવરંગપુરા વિસ્તારની નામાંકિત હોટેલોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી મોટા ભાગના સ્પા અને હોટલોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.

સ્પા ની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ

- અર્બન એક્વા સ્પા, સરગાસણ ચાર રસ્તા, ગાંધીનગર
- માયરાહ સ્પા, 119, પહેલો માળ, ઇસ્કોન ચાર રસ્તા, શિવાલિક શિલ, અમદાવાદ
- ગેલેક્ષી સ્પા, ટાઇમ સ્કવેર્સ ગ્રાન્ડ સિંધુ ભવન રોડ, અમદાવાદ
- માહેરા સ્પા, શ્રેયા અલમગા કોમ્પ્લેક્સ, એવલોન હોટલ સામે, થલતેજ, અમદાવાદ
- વિવાંતા સ્પા, ગ્રાન્ડ ફ્લોર 145 કોમ્પ્લેક્સ, ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ
- હોટલ પ્રગતિ ગ્રાન્ડ, ઝાયડસ હોસ્પિટલ પાસે, અમદાવાદ
- હોટલ આઇલેન્ડ પાર્ક, ચોથો માળ, પટેલ એવન્યુ, થલતેજ, અમદાવાદ
- ન્યુ કમ્ફર્ટ ઇન, ચોથો માળ સિગ્મા લીગસી કોમ્પ્લેક્સ, પાંજરા પોળ, અમદાવાદ
- હોટલ રમાડા, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ
- હોટલ મારૂતિ, સિટી ગોલ્ડ થિયેટર પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ
- હોટલ હિલ્લોક, ઝુંડાલ સર્કલ, રિંગ રોડ પાસે, અમદાવાદ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch