Sun,27 November 2022,3:37 am
Print
header

જેલમાં માલિશ કરાવતાં આપ નેતા સત્યેન્દ્ર જૈનનો વીડિયો થયો વાયરલ - Gujarat Post News

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીની અરવિંંદ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં સામે આવ્યું છે કે તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન જેલમાં મોજ-મસ્તીનું જીવન જીવી રહ્યાં છે. જૈન જેલમાં પોતાની બેરેકમાં મસાજની મજા લેતા જોવા મળી રહ્યાં છે.

ફૂટેજ સામે આવ્યાં બાદ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નિશાના પર આવી ગઈ છે. ફૂટેજ સામે આવ્યાં બાદ ભાજપે આરોપ લગાવ્યો કે સત્યેન્દ્ર જૈનને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. વાયરલ ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરાવી રહ્યાં છે.

જેલ સેલમાં એક અજાણ્યો વ્યક્તિ મંત્રી સત્યેન્દ્ર જૈનના પગ અને શરીર પર માલિશ કરતો જોવા મળે છે. ઈડીએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કરી છે, જેલના સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપ્યા છે. સત્યેન્દ્ર જૈન તિહારની સાત નંબરની જેલમાં બંધ છે. જૈનને સુવિધાઓ આપવા બદલ જેલ અધિક્ષક સહિત ચાર જેલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 35 થી વધુ જેલ અધિકારીઓ અને કર્મચારીઓની ફરજની જગ્યા બદલી નાખવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch