નવી દિલ્હીઃ CBSE ધોરણ-12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા યોજાયેલી મહત્વની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે કોરોનાના આ સમયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. અત્યારના માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં.
આ બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકર ઉપસ્થિત હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પ રજૂ કરવામાં આવ્યાં હતા. રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે આ અગાઉ શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક બોર્ડ પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવાના હતા, પરંતુ તેમની તબિયત બગડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં પરીક્ષાના આયોજન અંગેના વિકલ્પો તથા પરીક્ષા રદ્દ કરવાના વિકલ્પ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતુ કે અગાઉના પર્ફોમન્સને આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે. ત્યારે હવે મોદી સરકારે આ પરીક્ષા રદ્દ કરી નાખવાનો મોટ નિર્ણય લીધો છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29