Tue,23 April 2024,4:06 pm
Print
header

ગુજરાતમાં CBIની ટીમોના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો- Gujarat post

પોટાશની ગેરકાયદેસર નિકાસનો કેસ 

એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા

અમદાવાદઃ ગુજરાતના ટ્રેડર્સ અને એગ્રો સેન્ટરના માલિકો હાલ CBIની રડારમાં છે. રાજ્યમાં CBIની ટીમો દ્વારા અલગ-અલગ ત્રણ જગ્યાઓએ દરોડા કરાયા છે. ડીસા  ગાંધીધામ, વડોદરામાં દરોડા પાડીને CBIએ સર્ચ હાથ ધર્યું છે. ગાંધીધામમાં ભવાની રોડલાઇન્સ પર CBIના દરોડા પડ્યાં છે. વડોદરામાં કુસુમ ટ્રેડસ અને ડીસામાં શરદ કક્કડને ત્યા દરોડા પડ્યા છે. દેશભરમાં 15થી વધુ સ્થળો પર CBIના દરોડા થયા છે. પોટાશની ગેરકાયદેસર નિકાસ મામલે આ કાર્યવાહી કરાઇ છે. ઔદ્યોગિક મીઠાના નામે આ નિકાસ કરાઇ હતી. ગુજરાત, રાજસ્થાન,પશ્ચિમ બંગાળમાં દરોડા પડ્યા છે.  

CBI સુધી ફરિયાદો મળી હતી કે પોટાશની નિકાસમાં ગોટાળો થઇ રહ્યો છે. આ કાળા કારોબારને છતો કરવા CBIએ 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આ કાર્યવાહી હાથ ધરી છે. CBIએ જે 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમના ફર્મ અને ઘરે રેડ કરે છે તે તમામે ઔદ્યોગિક મીઠાના નામે પોટાશની ગેરકાયદેસર નિકાસ કરી રહ્યાં હોવાનો દાવો છે. જેની તપાસ ચાલી રહી છે. પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે પણ ઔદ્યોગિક મીઠાની આડમાં કાળો કારોબાર થયો છે. રૂપિયા 52.80 કરોડની સબસિડીની આ શખ્સોએ ઠગાઇ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે. આ મામલે વધુ તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch