Thu,25 April 2024,12:00 pm
Print
header

IAS અધિકારી કે.રાજેશને ત્યાં સર્ચ ઓપરેશનમાં CBI ને મળી આ વસ્તુઓ- Gujarat Post

(ફાઇલ તસવીર)

અમદાવાદઃ CBI દ્વારા 2011ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રિવોલ્વોર લાઈસન્સમાં ગેરરીતિના આરોપ મુદ્દે CBIમાં FIR થયા બાદ આ ઓપરેશન કરાયું છે, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને અધિકારીના ગૃહરાજ્ય આંધ્રપ્રદેશમાં દરોડા કરાયા હતા, CBIના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હી યુનિટ દ્વારા અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ આગળ વધી રહી છે તેમ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટર કે.રાજેશ દ્વારા એક હથિયારના લાયરન્સ પર 5 લાખ રૂપિયા સુધીની લાંચ લેવામાં આવતી હતી. જે પૈકી 4 લાખ રોકડા અને 1 લાખ રૂપિયાનો ચેક લેવામાં આવતો હતો.તેઓ પોતાના માટે અનેક લોકો પાસે કપડાની ખરીદી કરવાનું કહેતા હતી.સીબીઆઈની ટીમે સુરતમાં દરોડા પાડીને રફીક મેમણ નામના શખ્સની ધરપકડ કરી છે.તે કે. રાજેશનો વિશ્વાસુ છે, વચેટિયાની ભૂમિકા ભજવતો હતો.સીબીઆઈ ટીમે રફીકની સૈયદપુર સ્થિતિ કપડાની દુકાને દરોડા પાડ્યા હતા અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.

રાજકોટ પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટની જમીન સંપાદનના કિસ્સામાં સરકારી જમીનને ખાનગી વ્યક્તિના નામે ચડાવી દઇને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં તે વખતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના ત્રણ અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.તે વખતે કલેકટર તરીકે કે રાજેશે જ એસીબીને આ સમગ્ર કેસની તપાસ સોંપી હતી. જો કે એસીબીએ તપાસમાં કોઇ મોટી કાર્યવાહી કરી ન હતી

સીબીઆઈને દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટિલ પુરાવા મળી આવ્યાં છે. કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ મળી આવ્યાં છે. આઈએએસ અધિકારી સામે સીબીઆઈની કાર્યવાહીથી લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. હજુ આ કેસમાં અનેક નવા ઘટસ્ફોટ થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch