Sat,20 April 2024,3:14 pm
Print
header

IAS કે.રાજેશ સામેની CBI તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post

(file photo)

  • પોલીસ વેરિફિકેશન વગર જ 100 જેટલા હથિયાર પરવાનગી આપી હોવાની માહિતી આવી સામે
  • ખોટા હથિયારના પરવાના બદલ નાની- મોટી રકમની લાંચ લીધી
  • કલેક્ટર કચેરીનાં કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત વગદાર રાજકારણીનાં સંબંધીઓને ગેરકાયદેસર પરવાના અપાયા

અમદાવાદઃ સુરેન્દ્રનગરનાં પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે સીબીઆઈ તપાસ બાદ સમગ્ર આઇએએસ લોબીમાં ખળભળાટ સર્જાયો છે. આ મામલે એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે, અને હવે વધુ એક મોટો ધડાકો થયો છે. લાંચિયા અધિકારી કે.રાજેશ જ્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા તે દરમિયાન પોલીસ વેરિફિકેશન વગર જ અંદાજે 100 જેટલા હથિયાર પરવાના આપ્યાં હોવાની ચોંકાવનારી વિગતો તપાસમા ખૂલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ વેરિફિકેશન વગર જ હથિયાર પરવાનાને મંજૂરી આપી દીધી હોવાના ઘટસ્ફોટને પગલે સનસનાટી મચી જવાં પામી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ખોટા હથિયારના પરવાના બદલ તેમને નાની- મોટી રકમની લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે કલેક્ટર કચેરીનાં કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત અમુક વગદાર રાજકારણીઓનાં સંબંધીઓને ગેરકાયદેસર પરવાના અપાયાની માહિતી મળી રહી છે.હાલ આ સમગ્ર પ્રકરણમાં CBIએ ફરિયાદ નોંધી છે. કયા લોકોને આ રીતે લાયસન્સ આપવામાં આવ્યાં છે તથા આ એક-એક લાઇસન્સ પાછળ લાંચની કેટલી રકમ ચૂકવવામાં આવી છે ?  લાયકાત વાળા વ્યક્તિને પરવાના અપાયા છે કે કેમ તે મામલે CBI દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ અનેક મોટા ઘટસ્ફોટ થશે તે નક્કિ છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch