Tue,17 June 2025,9:46 am
Print
header

લાંચ કૌભાંડમાં ઝડપાયેલા IRS અધિકારીના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો- Gujarat Post

  • Published By
  • 2025-06-03 18:13:51
  • /

(Photo: ANI)

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે દિલ્હી, મુંબઈ અને પંજાબમાં વરિષ્ઠ IRS અધિકારી અમિત કુમાર સિંઘલ અને તેમની સાથે સંકળાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન CBI ને સાડા ત્રણ કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયાથી વધુ રોકડા મળી આવ્યા છે. અમિત સિંઘલની શનિવારે 45 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

અમિત કુમાર સિંઘલ 2007 બેચના IRS અધિકારી છે. તેમને ‘લા પિનોઝ પિઝા’ના માલિક સનમ કપૂરને જારી કરાયેલી આવકવેરા નોટિસની નોટિસની પતાવટ માટે 45 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.CBI એ આ કેસમાં FIR નોંધી છે અને IRS અમિત કુમાર સિંઘલની ધરપકડ કરી છે.

CBIએ દરોડા દરમિયાન 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે, સાથે જ 25 બેંક ખાતાઓના દસ્તાવેજો, લોકરની વિગતો અને દિલ્હી, મુંબઈ તથા પંજાબમાં મિલકતના કાગળો પણ મળી આવ્યાં છે. CBI હાલમાં મિલકતની વાસ્તવિક કિંમતની તપાસ કરી રહી છે.

અમિત કુમાર સિંઘલને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા અને કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. CBI આ કેસની તપાસ કરી રહી છે. આ પહેલા વરિષ્ઠ અધિકારીએ કોની પાસેથી લાંચ લીધી હતી ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch