Thu,25 April 2024,1:08 am
Print
header

IAS અધિકારી કે.રાજેશની CBIએ કરી ધરપકડ, તેમના નજીકના લોકો પર સકંજો- Gujarat Post

ગાંધીનગરઃ જમીન કૌભાંડ અને આર્મ્ડ લાયસન્સ આપવામાં લાંચ લેવાના કેસમાં સીબીઆઇની ટીમે દરોડા પછી IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી લીધી છે. સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર વિરુદ્ધ કેસ દાખલ થયા પછી આ કાર્યવાહી કરાઇ છે.

હાલમાં સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરીના પદે ફરજ બજાવતા કે.રાજેશની ઓફિસ અને ઘરે દરોડા થયા હતા, તેમની સાથે સુરતના તેમના વહીવટદારની પણ ધરપકડ કરાઇ છે.

બામણબોરની જમીન કૌભાંડમાં ખોટું અર્થઘટન કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આરોપ છે, જેમાં રાજકોટના એક અગ્રણી રાજકીય વ્યક્તિનું નામ પણ સામે આવી શકે છે. આ જમીન 2 હજાર કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. કે.રાજેશ અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચુક્યાં છે, તેમને ફરિયાદીઓ પાસે લાંચ માંગી હતી જેથી આ કેસ પીએમઓ સુધી પહોંચ્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch