Sat,20 April 2024,3:26 am
Print
header

વિધાનસભા 2022 ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ખીલશે કમળઃ પાટીલનો દાવો

ભાજપના નેતાઓના પહેલાના તમામ 182 પર જીતના દાવા ગપ્પા સાબિત થયા છે 

 

કેવડિયા કોલોનીઃ ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની કેવડિયા કોલોની ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કરતા કહ્યું કે ભાજપ 2022 વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકો પર જીતશે કહ્યું કે મને ભાજપ કાર્યકર્તાઓની મહેનત પર ભરોસો છે. સાથે જ કહ્યું કે દરેક ગામોમાં રામજી મંદિરે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસે આરતી થશે.

સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પાર્ટી મેન્ડેડ  આપશે, એક વર્ષમાં 84 સહકારી સંસ્થાઓમાં ભાજપ સમર્થક ઉમેદવારો ગુજરાતમાં જીત્યાનો તેમનો દાવો છે. આમ આ દિશામાં પાર્ટી મોટી કવાયત કરી હોવાનો તેમણે સંકેત આપ્યો હતો.

તેમણે એમ કહ્યું, અમે ઈલેકશન મોડમાં આવી ગયા છીએ. આગામી સમયમાં ભાજપના હોદ્દેદારો વિવિધ વિસ્તારનો પ્રવાસ કરીને વિધાનસભા ચૂંટણી માટે કાર્યકારોની જવાબદારી નક્કી કરશે. ચૂંટણી આડે હવે એક વર્ષ જ બાકી છે ત્યારે અમે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનિય છે કે અગાઉ પણ તમામ 182 બેઠકો પર જીતના ભાજપના દાવા ખોટા પડ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch