Thu,25 April 2024,10:27 pm
Print
header

વધુ સારવાર માટે સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને મુંબઇ લઇ જવાયા

(અનુજ પટેલની ફાઈલ તસવીર)

હવે અનુજને એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવામાં આવ્યાં

રવિવાર બપોરથી મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલ કે ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

અનુજ પટેલને બ્રેઈન સ્ટોક આવતા તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઈન સ્ટોક આવતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તબિયત પૂછવા કે ડી હોસ્પિટલ પહોંચ્યાં હતા. થોડીવાર પહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હોસ્પિટલ આવ્યાં હતા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી કે ડી હોસ્પિટલ પહોંચ્યાં હતા. હવે અનુજ પટેલને મુંબઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

રવિવાર બપોરથી મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલ કે ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અનુજ પટેલને બ્રેન સ્ટ્રોક આવતા કે ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે કેડી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતુ  કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટોક થતા રવિવારે બપોરે 2:45 વાગ્યે કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી, ડોક્ટરોની ટીમ નીચે દેખરેખ હેઠળ હતા. જો કે હવે વધુ સારવાર માટે તેમને મુંબઇ લઇ જવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch