Sat,20 April 2024,4:17 am
Print
header

156 બેઠકો જીતીને ભાજપ સરકાર અભિમાનમાં આવી ગઈ છેઃ કોંગ્રેસના દંડક સી.જે.ચાવડાનો કટાક્ષ

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાનું આજથી બજેટસત્ર શરૂ થયું છે. 29મી માર્ચ સુધી વિધાનસભાનું આ બજેટ સત્ર ચાલશે.પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ થઇ હતી, આ વખતે માત્ર 17 બેઠકો મેળવનારી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ પણ આપ્યું નથી. જેને લઈને કોંગ્રેસના દંડક સી.જે.ચાવડાએ કહ્યું કે, સરકારે ભલે અમને વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું પરંતુ અમે અમારી ભૂમિકા નીભવીશું. 156 બેઠકો જીતીને આ ભાજપ સરકાર અભિમાનમાં આવી ગઈ છે, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ રહી ગયું છે. ભાજપ સરકારે વિધાનસભાના નિયમોને ધ્યાનમાં રાખીને અમને વિપક્ષના નેતાનું પદ આપવું જોઇએ.

કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં બુધવારે હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં છે. ડો. કીરીટ પટેલને ઉપ દંડક, વિમલ ચૂડાસમાને ઉપ દંડક, ઈમરાન ખેડાવાલાને ઉપ દંડક, દિનેશ ઠાકોરને ખજાનચી, કાંતિ ખરાડીને મંત્રી, ડો. તુષાર ચૌધરીને પ્રવકતા, જીગ્નેશ મેવાણીને પ્રવકતા, ગેનીબેન ઠાકોરને પ્રવકતા અને અનંત પટેલને પ્રવકતા બનાવાયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch