Tue,17 June 2025,10:37 am
Print
header

પેટા ચૂંટણીઃ કડી અને વિસાવદરમાં આપ તથા કોંગ્રેસ બાદ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા- Gujarat Post

  • Published By
  • 2025-06-02 09:31:59
  • /
  • શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ પણ ઉમેદવાર જાહેર કર્યા 
  • આ બંને બેઠકો પર ચુતષ્કોણીય જંગ જામશે
  • આજે ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી બે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે કડીથી રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા અને વિસાવદરથી કિરીટ બાલુભાઈ પટેલને ટિકિટ ફાળવી છે.

કોંગ્રેસ દ્વારા 1 જૂનના રોજ  કડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. કડી બેઠક માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. રમેશ ચાવડા વર્ષ 2012 થી 2017 સુધી કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમણે  હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યાં હતા.  

કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે આપે જગદીશ ચાવડા અને વિસાવદર સીટ પર ગોપાલ ઈટાલિયાને ઉતાર્યા છે. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ કડી અને વિસાવદર સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. કડી બેઠક પર ડો. ગિરીશ કાપડીયા અને વિસાવદર બેઠક પર કિશોર કાનકડ (કાનપરિયા)ને ટિકિટ આપવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch