રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર સિટી બસના ચાલકે પસાર થઈ રહેલા માતા-પુત્રને ટક્કર મારતા 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, અકસ્માતમાં બાળકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના બાદ અફડાતફડી મચી ગઈ હતી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. માતાને સારવાર માટે હોસ્પિટલ ખસડવામાં આવી છે. ઘટનાની જાણ પરિવારજનોને થતાં ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે સિટી બસ રોડની એક બાજુ પાર્ક કરીને તેની જમણી બાજુએ યુ ટર્ન લઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક રોડની બીજી બાજુ ચાલી રહેલા માતા-પુત્રને કચડી નાખ્યા હતા. ડ્રાઈવરની બેદરકારીના કારણે માતા-પુત્ર પૈડા નીચે આવી ગયા હતા. આ ઘટનામાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. 33 વર્ષીય હેતલ બેન ઘાયલ થયા હતા. આ મામલે રાજકોટ તાલુકા પોલીસે સીટી બસ ચાલક સામે એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામમાં કૃષ્ણનગરમાં રહેતા 33 વર્ષીય હેતલબેન તેમના 7 વર્ષના પુત્ર સાથે પગપાળા જઈ રહ્યા હતા, રસ્તામાં અચાનક અકસ્માત સર્જાયો હતો. સિટી બસના ડ્રાઈવરે બંનેને ટક્કર મારી હતી, જેના કારણે પુત્રનું મોત થયું હતું અને માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.હતી. તાલુકા પોલીસે બસ ચાલક સામે BNSની કલમ 125(A), 125(B), 106(1), 181 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 અને 187 હેઠળ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
જે સંસ્કૃતિ બીજાનો નાશ કરીને વિકાસ કરવા માંગે છે તે પોતે જ ખતમ થાય છેઃ મોદી | 2026-01-11 16:46:04
રાજકોટ: પિતાની નજર સામે જ કાળમુખા ડમ્પરે માસૂમ દીકરીનો ભોગ લીધો, 22 વર્ષ બાદ જન્મી હતી માસૂમ | 2026-01-06 18:47:52
જામનગરમાં SOGનું ઓપરેશન: ગેરકાયદેસર વસવાટ કરતા 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા | 2026-01-02 17:50:30
PM મોદી આવશે બે દિવસની ગુજરાત મુલાકાતે, રાજકોટમાં રોડ શો અને અમદાવાદમાં પતંગોત્સવનો કરાવશે પ્રારંભ | 2026-01-01 18:34:39
નકલી IPS ની ધરપકડ...રાજકોટમાં સરકારી નોકરી અપાવવાના નામે 2.36 કરોડ રૂપિયાની છેતરપિંડી | 2025-12-31 08:48:23