Tue,17 June 2025,9:52 am
Print
header

કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી

  • Published By Panna patel
  • 2025-06-11 16:21:32
  • /

ઉત્તરાખંડઃ ટિહરી-ઘંસાલી રોડ પર ગુજરાતના મુસાફરોથી ભરેલી બસ પલટી ગઇ છે. બસે કાબૂ ગુમાવતા રસ્તા પર પલટી મારી હતી. જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત ટિપરી નજીક થયો હતો. જેમાં 35 મુસાફરો સવાર હતા. 

ઉત્તરાખંડના નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટિપરીથી લગભગ 1.5 કિમી આગળ બસે કાબૂ ગુમાવ્યો હતો. ઘાયલોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ અકસ્માત NH-707A પર ટીપરી-નંદગાંવ મોટર રોડ પર થયો છે.વરે કાબુ ગુમાવ્યો હતો, સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને મુસાફરોને મદદ કરી હતી.

અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઇજા થઇ છે. આ તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch