રાજકોટઃ જિલ્લાના ભાયાવદર પંથકમાં તંત્રએ ગુનાખોરી ડામવા માટે લાલ આંખ કરી છે. પડવલા ગામના કુખ્યાત શખ્સ અલીમામદ તૈયબ શેઠા દ્વારા સરકારી જમીન પર ખડકાયેલા રૂપિયા 1 કરોડથી વધુના ગેરકાયદેસર આલીશાન બંગલા પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું.
આ કાર્યવાહીના મૂળ 30 માર્ચ, 2026ના રોજ બનેલી એક ઘટનામાં છે. પડવલા ગામના દીપેનભાઈ માકડીયા પર આરોપી અલીમામદ શેઠા, તેના પુત્ર અને અન્ય શખ્સોએ થાર ગાડીથી ટક્કર મારી, બેઝબોલના ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભાયાવદર પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી નોમાન શેઠા સહિત 5 શખ્સો અને એક સગીરની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી અલીમામદ શેઠા હજુ પણ ફરાર છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP વિજય સિંહ ગુર્જરની સૂચનાથી આરોપીની ગેરકાયદેસર મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ પર સરકારી જમીનમાં 300 ચોરસ વાર જગ્યામાં આલીશાન બંગલો ગેરકાયદેસર રીતે બનાવ્યો હતો.
તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા, 2 મેના રોજ મામલતદારની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. 13 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપી વિરુદ્ધની આ કાર્યવાહીથી માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ASP સિમરન ભારદ્રાજ અને પોલીસની ટીમે આ ઓપરેશન પાર પાડીને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45