જામનગર: શહેરમાં એક રહેણાંક મકાન માંથી પોલીસે મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડા પાડીને ઘટનાસ્થળ પરથી બે મહિલા સંચાલક અને બે ગ્રાહક સહિત કુલ 4 લોકોની અટકાયત કરી છે. પોલીસે દેહવ્યાપારમાં સામેલ બે યુવતીઓને મુક્ત કરાવી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી નબીરા ઉર્ફે નગરગીસ અને ગુલઝાર ઉર્ફે પૂજા નામની મહિલાઓ જામનગરની અને મહારાષ્ટ્રની યુવતીઓને હાજર રખાવી તેમની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતી હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે બાતમીના આધારે એક ડમી ગ્રાહકને મોકલતાં તેની પાસેથી 1000 રૂપિયા વસૂલી દેહવ્યાપાર માટે વ્યવસ્થા કરવાની તૈયારી બતાવવામાં આવતાં પોલીસે કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે બે મહિલા સંચાલિકા ઉપરાંત શરીરસુખ માણવા આવેલા બે ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. બે યુવતીઓને મુક્ત કરાવી છે.
પોલીસે મહિલા સંચાલિકાના મોબાઈલ ફોનને તપાસતાં તેમાંથી ગ્રાહકોને વ્હોટ્સએપ મારફતે લલનાઓના ફોટોઝ મોકલાતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોબાઈલ ચેટને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29