Fri,19 April 2024,6:03 am
Print
header

Lockdown: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં પણ લગાવી દેવાયું લોકડાઉન, દેશના ચોથા રાજ્યમાં લોકડાઉન

બ્રિસ્બેનઃ કોરોનાનો ડેલ્ટા વેરિયંટ ઓસ્ટ્રેલિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને કારણે અંદાજે 10 મિલિયન ઓસ્ટ્રેલિયનો લોકડાઉનના ભરડામાં આવી ગયા છે આજે બ્રિસ્બેનમાં પણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે તે લોકડાઉન લગાવનારું ઓસ્ટ્રેલિયાનું ચોથું શહેર બન્યું છે. બ્રિસ્બેન માં ત્રણ દિવસીય લોકડાઉન મંગળવારે સાંજથી શરૂ થશે. તાજેતરમાં સિડની, પર્થ અને ડાર્વિનમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

ક્વીંસલેંડના અધિકારીના કહેવા મુજબ વિદેશીઓનું આગમન વાયરસ સાથે થવાથી મુખ્ય શહેરોમાં તાળાબંધી કરાઇ છે. બ્રિસ્બેનની આસપાસના વિસ્તારોને પણ લોકડાઉન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 30,500થી વધારે લોકો સંક્રમિત થયા છે અને 910 લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે.

ઓસ્ટ્રેલિયાના ચારેય શહેરોમાં લોકોને જરૂરી કામ, વ્યાયામ, કરિયાણું કે દવા ખરીદવા સિવાય ઘરની બહાર નહીં નીકળવાનો આદેશ કરાયો છે. ઓસ્ટ્રેલિયા માં કોરોના રસીના 7.4 મિલિયન ડોઝ આપવામાં આવ્યાં છે, જેમાંથી પાંચ ટકા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch