Thu,25 April 2024,4:57 am
Print
header

બિગ બોસમાં સિદ્ધાર્થ શુક્લાની અશ્લિલતા, શોનો બહિષ્કાર કરવાની ઉઠી માંગ

મુંબઇઃ ટીવી રિયાલિટી શો બિગ બોસ શરૂ થતા જ વિવાદમાં આવી ગયો છે. તાજેતરમાં જ કલર્સ ટીવીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બિગ બોસનો પ્રોમો દર્શાવવામાં આવ્યો હતો. જેમા રૂબીના દિલેક, નીક્કી તંબોલી, જાસમિન ભસીન અને પવિત્રા પૂનિયાને સિદ્ધાર્થ શુક્લાને મનાવવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. તેમાં પહેલા એપિસોડમાં સિદ્રાર્થ શુક્લાને ટેટૂ આર્ટિસ્ટ અને આ છોકરીઓને તેની કસ્ટમર દર્શાવવામાં આવી છે.

શોના પ્રોમો દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સમાં ગુસ્સો છે. લોકો બિગ બોસની 14મી સિઝનનો બોયકોટ કરવાની માગણી કરી રહ્યા છે. બિગ બોસનો પ્રોમો આવ્યા બાદ ટ્વિટર પર #BoycottBB14  ટ્રેન્ડ થવા લાગ્યું હતું. લોકો તેને વલ્ગર કહી રહ્યા છે.

આ પ્રોમોમાં સિદ્ધાર્થ શુક્લાને બાઇક પર દેખાડવામાં આવ્યો છે. તે પોતાની ઉપર પાણી અને ગંદકી ફેંકે છે. પ્રોમોમાં છોકરીઓ તેને સાફ કરી રહી છે. આ વીડિયો લોકોને સારો લાગ્યો નથી અને યુઝર્સ કહે છે કે તે અશ્લિલતાનું પ્રદર્શન છે. એક યુઝરે તો લખ્યું હતું કે બિગ બોસનો બહિષ્કાર કરવા માટેનો આ યોગ્ય સમય છે. બિગ બોસની 13મી સિઝનમાં હિંસાને વેગ અપાયો જ્યારે આ વખતે અશ્લિલતાને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch