Thu,18 April 2024,2:50 pm
Print
header

રાજસ્થાનઃ 15 વર્ષના સગીરે ઓનલાઇન ક્લાસમાં શિક્ષિકા સાથે એવું કૃત્ય કર્યું કે..શિક્ષિકાએ પોલસને કર્યો ફોન

પ્રતિકાત્મક ફોટો

રાજસ્થાનઃ 15 વર્ષના સગીરે ઓનલાઇન ક્લાસમાં પોતાની મહિલા ટીચરને પ્રાઇવેટ પાર્ટ બતાવ્યો હતો. તેણે એક વખત નહી પરંતુ ઘણી વખત આવું કૃત્ય કરીને ગુરૂનું અપમાન કર્યું. જેનાથી ટીચર ગુસ્સે ભરાઇ ગયા અને પોલીસને ફોન કરી દીધો હતો. એક રિપોર્ટ અનુસાર 15 ફેબ્રુઆરીથી 2 માર્ચ વચ્ચે ઓનલાઇન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવ્યો હતો. જે બાદ ટીચરે ક્લાસ બંધ કરવાનુ વિચારી લીધુ હતુ. પરંતુ બાદમાં મહિલા ટીચરે મુંબઇના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી વિશે કેસ નોંધાવ્યો હતો.

આરોપીની પોલીસ અધિકારીએ રાજસ્થાનથી ધરપકડ કરી લીધી હતી. જે બાદ કેસની તપાસ કરતા ગયા મહિને મુંબઇની પોલીસ ટીમ રાજસ્થાન પહોંચી હતી. જેસલમેરથી આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી સ્ટુડન્ટ પાસેથી લેપટોપ જપ્ત કર્યુ છે. સ્ટુડન્ટે ખુબ ચાલાકીથી મહિલા સાથે અભદ્ર વર્તન કર્યુ હતુ પરંતુ મહિલા ટીચરે સ્ક્રીનશોટ લઇ લીધો હતો અને પોલીસે આ જ સ્ક્રીનશોટની મદદથી તેને એરેસ્ટ કરી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી સ્ટુડન્ટે કહ્યું કે તેણે મજાક મજાકમાં પોતાનો પ્રાઇવેટ પાર્ટ ક્લાસ દરમિયાન બતાવ્યો હતો. એરેસ્ટ થયા બાદ વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાથી બીજા વિદ્યાર્થીઓમાં આરોપી સામે રોષ વ્યાપી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch