Thu,25 April 2024,10:25 pm
Print
header

Tokyo Olympics 2020: ક્વાર્ટર ફાઇનલમાં ભારતના બોક્સર પૂજા રાનીની હાર

ટોકયોઃ ભારતના મહિલા બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની લી કિયાન સામે ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયા છે. આ સાથે પૂજા રાનીના ઓલિમ્પિક અભિયાનનો અંત આવી ગયો છે. તેમનું મેડલ જીતવાનું સપનું પણ રોળાયું છે. બોક્સિંગ ઈવેન્ટમાં મેરી કોમ બાદ ભારતના વધુ એક બોક્સર બહાર થઈ ગયા છે. ત્રણેય રાઉન્ડમાં ચીનની બોક્સર આગળ રહી હતી. જો કે તેમને સારૂં પ્રદર્શન કર્યું હતુ.

ચીની બોક્સરે એક બાદ એક આક્રમક પંચ પૂજા પર લગાવ્યાં હતા. બીજા રાઉન્ડમાં પણ પૂજા રાની 5-0થી હાર્યા હતા. પ્રથમ રાઉન્ડમાં પૂજા રાનીને હાર મળી હતી. તે 5-0 થી આ રાઉન્ડ હારી ગયા હતા. ચીનની લી કિયાન અહીં આક્રમક જોવા મળી હતી.30 વર્ષના પૂજા રાનીનો સામનો ત્રીજી રેન્ક હાંસિલ ચીનની લી કિયાન સામે હતો. પૂજા રાનીએ માર્ચ 2020માં આયોજીત એશિયા-ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમિફાઇનલમાં પહોંચીને ટોક્યોની ટિકિટ હાસિલ કરી હતી. આ સાથે તે ટોક્યો ગેમ્સમાં ક્વોલિફાઇ કરનારી ભારતની પ્રથમ બોક્સર બન્યાં હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch