Sat,20 April 2024,5:31 pm
Print
header

લઠ્ઠાકાંડ બાદ બોટાદ SP એ લોકોને કરી આ અપીલ – Gujarat Post

બોટાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે. ધંધુકા, બોટાદ, બરવાળા પંથકમાં કેમિકલવાળો દારૂ પીવાના અંદાજે 55 જેટલા લોકોના મોત નીપજ્યાં છે.100 થી વધુ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યાં છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે લઠ્ઠાકાંડ સર્જાતા પોલીસ પર માછલા ધોવાઈ રહ્યાં છે. હવે પોલીસ રહી રહીનેે જાગી છે અને  બુટલેગરોને તથા દારૂ બનાવટમાં વપરાતા મટિરિયલ્સને શોધીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.

સાથે જ બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે લોકોને બચાવવા બોટાદનાં બરવાળા અને રાણપુરમાં અમે કામ કરી રહ્યાં છીએ, પાંચ ટીમો બરવાળા અને ચાર ટીમો રાણપુરમાં કાર્યરત છે. બોટાદની જનતાને અમારી અપીલ છે કે, જે લોકોને વોમિટિંગ, આંખે અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો પોલીસને જાણ કરે, પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી દીધી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરો.હજુ કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું. કારણે લઠ્ઠો પીધા બાદ હજુ કેટલાક લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે અને 55 લોકોનાં મોત થઇ ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch