બોટાદઃ બરવાળાના રોજીદ અને અન્ય ગામોમાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનાને લઇને પોલીસે નભોઈમાં દારૂ બનાવનાર ચોકડી ગામમાં રહેતા બુટલેગરની ધરપકડ કરી લીધી છે.જેની પુછપરછમાં તેણે ઇથેનોલ નામનું કેમીકલ વધારે પ્રમાણમાં ઉમેરતા લઠ્ઠાકાંડ થયો હોવાનું અને ઇથેનોલ અમદાવાદથી મંગાવાયું હોવાનું કબૂલ્યું છે. બોટાદ અને ધંધુકા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. જેમાં ચોકડી ગામમાં રહેતા પીન્ટુ ઉર્ફે રસિક દેવીપુજક નામના બુટલેગરને ઝડપીને પૂછપરછ કરતા તેણે આ દારૂ બનાવીને વિવિધ ગામોમાં સપ્લાય કર્યો હોવાની કબુલાત કરી છે. દેશી દારૂનો આથો ઝડપથી આવે તે માટે તેણે ઉપયોગમાં લેવાામાં આવતા ઇથેનોલનું વધારે પ્રમાણ ઉમેરતા દેશી દારૂ ઝેરી બની ગયો હતો ઇથનોલનો આ જથ્થો રસિકે અમદાવાદથી મંગાવ્યો હતો.આ સાથે પોલીસે રસિક પાસેથી દારૂની ખરીદી કરનારાઓને પણ ઝડપીને પૂછપરછ શરૂ કરી છે.
લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારોમાં માતમ છવાયો છે. પતિ ગુમાવનારી એક મહિલાએ કહ્યું, અમારા ગામમાં રોજ સાંજ પડે દારૂ પીવાય છે. બહેન-દીકરીઓ રાત્રે બહાર પણ નીકળી શકતી નથી. પતિ તો ઘણી વખત દેશી દારૂના નશામાં મારઝૂડ કરતો હતો. પોલીસ ઘણી વખત અહીં આવતી હતી પણ કોઈ કાર્યવાહી કરતી ન હતી. મહિલાઓના કહેવા મુજબ બરવાળા તાલુકાના નભોઇ ગામમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ તૈયાર કરવામાં આવે છે. જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બુટલેગરોને મોકલવામાં આવે છે. આ દારૂ તૈયાર કરવાની અનેક ભઠ્ઠીઓ આવેલી છે.
બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ, નભોઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ધંધુકાના આકરૂ, ઉચડી અને મોસડી તેમજ આસપાસના વિસ્તારમાં એકાએક રવિવારે રાતના સમયે 25 થી વધુ લોકોની તબિયત લથડવા લાગી હતી અને ઉલ્ટી કરીને બેભાન થવા લાગ્યા હતા. જેથી તાત્કાલિક તેમના ધંધુકા અને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં અનેક લોકોનાં મોત થઇ ગયા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28