Sat,20 April 2024,7:02 pm
Print
header

રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટે આપી મોટી રાહત, 25 ઓગસ્ટે જામીન અરજી પર સુનાવણી

મુંબઇઃ રાજ કુંદ્રાને સાયબર સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પાના પતિ રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે અને 25 ઓગસ્ટ સુધી જામીનની સુનાવણી અનામત રાખી છે.

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાએ સાયબર પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, છેલ્લી વખત સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના નિર્ણય સામે રાજ કુંદ્રાએ હાઇકોર્ટમાંથી રાહતની અપીલ કરી હતી. હવે કોર્ટે તેને વચગાળાની રાહત આપી છે અને તેની જામીન અરજી પર 25 ઓગસ્ટે સુનાવણી થશે.

રાજ કુંદ્રાના વકીલ પ્રશાંત પાટીલે કોર્ટમાં જણાવ્યું કે આ કેસમાં રાજની સાથે જે વ્યક્તિને આરોપી માનવામાં આવ્યા છે તે પહેલાથી જ જામીન લઇને બહાર નીકળી ગયા છે. તેમણે આગળ કહ્યું કે રાજ પર લાગેલા આરોપોની સજા 7 વર્ષથી ઓછી છે જેના કારણે તેમને જામીન આપી શકાય છે. રાજ કુંદ્રા કેસમાં જસ્ટીસ સંદીપ શિંદેએ 25 ઓગસ્ટ સુધી કુન્દ્રાને આ કેસમાં અંતરિમ જામીન આપ્યા છે. કારણ કે આ કેસમાં આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ થશે.

રાજ કુંદ્રાએ જામીન અરજીમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે સાયબર પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં તેનું નામ સામેલ નહોતું. સાથે કુંદ્રાએ એમ પણ કહ્યું કે તેણે પોલીસને પોતાનું નિવેદન પણ આપ્યું હતું, તપાસમાં મદદ કરવા માટે અનેક વખત તપાસ ઓફિસની મુલાકાત લીધી હતી. કુંદ્રાએ કહ્યું કે તેમણે અધિકારીને તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા છે અને ફરિયાદી સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch