હરિયાણા- હિસાર: બોલિવૂડ અભિનેતા યશપાલ શર્માના ભાઈ અને જળ સેવા વિભાગમાં ફરજ બજાવતા રાજેશ કુમારની ACB દ્વારા રૂ. 3,000 ની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ખેતીની જમીન પર બનેલી સોસાયટી માટે સીઓઓ (COO - પાણીનો વારો- સિંચાઈ વેરો) મંજૂર કરવાના બદલામાં અરજદાર પાસે લાંચ માંગી હોવાનો આરોપ છે.
ACB ના તપાસ અધિકારીએ જણાવ્યું કે, આર્ય નગરના રહેવાસી રાકેશ કુમારે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ગામમાં રાજગઢ-ચંદીગઢ હાઇવે નજીક ખેતીની જમીન પર એક સોસાયટી બનાવવામાં આવી છે. આ જમીન માટે નહેરના પાણીની સિંચાઈ વ્યવસ્થા સંબંધી સીઓઓ તૈયાર કરાવવા માટે હિસાર નહેર વિભાગમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની જવાબદારી રાજેશ કુમાર પાસે હતી.
ફરિયાદ મુજબ, સીઓઓ તૈયાર કરવાના બદલામાં રાજેશ કુમારે રાકેશ પાસેથી રૂ.3,000 ની માંગણી કરી હતી. ફરિયાદ મળ્યાં બાદ ACB સબ-સેન્ટર હાંસીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ રાજેશ કુમારને ઝડપી લીધા હતા.
તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી સામે હિસાર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11
પીએમ મોદીએ સ્વ. નાના પાટેકરને મહાન કલાકાર ગણાવ્યાં, કહ્યું તેમણે દેશની સેવા કરી | 2026-10-08 11:54:51
અભિનયના બાદશાહ નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી રહ્યાં, 75 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન | 2026-10-08 08:45:11
શું તમને પણ પેશાબ કરતી વખતે બળતરા થાય છે ? રસ્તા કિનારે મળતો આ છોડ આપશે રાહત | 2026-10-04 09:33:59
પેટનું ફૂલવું અને ગેસ થવો તેનાથી તાત્કાલિક રાહત મેળવો ! આ રેસીપી પેટની બધી સમસ્યાઓમાં મદદરૂપ છે | 2026-09-26 09:48:56