Thu,25 April 2024,10:51 pm
Print
header

રાજકોટની પેલીકન ફેક્ટરીના માલિકની લાશ 24 કલાક પછી મળી, ડ્રાઇવર લાપતા

ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, અનેક દુર્ઘટનાઓ 

રાજકોટઃ શહેર અને જિલ્લામાં એક દિવસ પહેલા એટલે કે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી, ભારે વરસાદને કારણે ગઈકાલે રાજકોટના કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે ડોંડી નદીમાં કાર તણાઈ ગઈ હતી. એક દિવસની શોધખોળ બાદ આખરે આ કાર મળી આવી, આ કારમાં પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળી આવ્યો છે. કારમાં પેલિકન કંપનીના માલિક કિશન શાહ, કારચાલક અને અન્ય એક વ્યક્તિ સવાર હતા. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમે મોરચો સંભાળ્યો હતો અને કારની શોધખોળ હાથ ધરી હતી.  NDRFની ટીમને આજે રાજકોટ-કાલાવડ હાઈવે પાસેથી કાર મળી આવી છે. કાર માંથી કિશન શાહનો મૃતદેહ મળ્યો છે.

રાજકોટ-જામનગર હાઈવે પર છાપરા ગામની દોંડી નદીમાં આ કાર તણાઈ હતી. આ કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે, જયારે પેલિકન કંપનીના માલિક કિશન શાહ અને કાર ચાલક કાર સાથે પાણીમાં તણાયા હતા.ભારે મહેનત બાદ NDRF ની ટીમે કાર તણાઈ હતી ત્યાથી 500 મીટર દૂરથી કાદવમાં ખુપેલી આ કારને શોધી કાઢી હતી, કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

ગઈકાલે 13 સપ્ટેમ્બરે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં બારે મેઘ ખાંગા થયા હતા અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે રાજકોટમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, અનેક લોકોને એરલિફ્ટ દ્વારા રેસ્ક્યૂં કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિને પગલે ઘણા લોકોના મોત થઇ ગયા છે. સ્થિતિ વધુ બગડતા NDRF અને SDRFની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch