અમદાવાદઃ નિકોલ વિસ્તારના રહેવાસી 22 વર્ષીય ધ્વનિત રાજદીપનો મૃતદેહ જ્યોર્જિયામાં મટકવારી નદીમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે, વિદેશમાં તે 16 દિવસથી ગુમ હતો. ધ્વનિત ડૉક્ટર બનવાના પોતાના સપનાને સાકાર કરવા માટે વિદેશ ગયો હતો અને છેલ્લે 14 મેના રોજ તેની સાથે વાત થઈ હતી, ત્યાર બાદ પરિવારનો તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ધ્વનિત મૂળ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યાં પછી તેના માતાપિતાએ તેને જ્યોર્જિયાના સુરક્ષિત દેશમાં ખસેડવાનું નક્કી કર્યું હતુ. તે બે વર્ષથી વધુ સમયથી કાકેશસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBS માં અભ્યાસ કરતો હતો. તે અભ્સાયસમાં હોશિયાળ હતો અને તેને અનેક સંશોધન પત્રો પણ લખ્યા હતા. તેણે કોઈ પાર્ટ-ટાઇમ કામ કર્યું ન હતું અને સંપૂર્ણપણે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ગુમ થયાના થોડા અઠવાડિયા પહેલા, ધ્વનિતને અનિલ નામના દક્ષિણ ભારતીય વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા પેઇંગ ગેસ્ટ આવાસમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના સામાન સાથે છેડછાડ થઈ રહી હતી, ખોરાક ચોરાઈ રહ્યો હતો, કપડાં ફેંકી દેવામાં આવી રહ્યાં હતા અને પૈસા ગાયબ થઈ રહ્યાં હતા. જ્યારે ધ્વનિતે ઘર ખાલી કરવાનો નિર્ણય લીધો અને તેની ડિપોઝિટ પાછી માંગી ત્યારે પરિસ્થિતિ તંગ બની હતી.
તેના પિતા, ડૉ. મયુર રાજદીપે ખુલાસો કર્યો કે અનિલે ડિપોઝિટ પરત કરવાનો ઇનકાર કર્યો હતો, ધ્વનિત પર મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો અને વધારાના પૈસાની માંગણી કરી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અનિલ અને તેના સાથીઓએ ધ્વનિતનો ફોન લઇ લીધો હતો, તેને રૂમમાં બંધ કરી દીધો હતો અને ફોન અને ચેટ પર અપશબ્દોનો ઉપયોગ કરીને તેના પિતા પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરિવારે પૈસા ચૂકવી દીધા હતા, ત્યાર બાદ ધ્વનિતને છોડી દેવામાં આવ્યો હતો અને ટેક્સીમાં ઘટના સ્થળેથી ચાલ્યો ગયો હતો.
તેણે તેના પિતાને કહ્યું કે ભૂતકાળમાં એક છોકરી સાથે પણ આવું જ વર્તન થયું હતું અને આ જ કારણ હતું કે તે જ્યોર્જિયા છોડીને ગઈ હતી. ત્યાર બાદ, ડૉ. મયૂરે તેમના પુત્ર માટે ભારત પરત ફરવાની ટિકિટ બુક કરાવી હતી.
14 મેના રોજ, ધ્વનિત પોતાનો પાસપોર્ટ અને ફોન લઈને પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો હતો, તે બપોરે તેના પિતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે લગભગ 20 સેકન્ડ પછી અચાનક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ત્યારથી તેનો ફોન બંધ છે. પરિવારે તાત્કાલિક ભારતીય દૂતાવાસ, કોલેજ વહીવટ અને સ્થાનિક જ્યોર્જિયન પોલીસનો સંપર્ક કર્યો હતો.
સોશિયલ મીડિયા અને વિદેશ મંત્રાલયને અપીલ કર્યા બાદ 16 દિવસની શોધખોળ બાદ પરિવારને સૌથી ખરાબ સમાચાર મળ્યાં છે, ધ્વનિતનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. આ સમાચાર સાંભળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47