લખનઉઃ ઉત્તર પ્રદેશના બલિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે અંદાજે 40 લોકોથી ભરેલી નૌકા ગંગા નદીમાં પલટી ગઈ છે. આ દુર્ઘટનાંમા 4 લોકોના મોત થઈ ગયા છે અને 20 થી 25 લોકો લાપતા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. કેટલાક લોકો જાતે તરીને બહાર આવી રહ્યાં છે. વહીવટી તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
સવારે બલિયામાં બોટ અકસ્માત સર્જાયો હતો. ગંગા નદીમાં માલદેપુર ઘાટથી જઈ રહેલી એક નૌકા નદીની વચ્ચે પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે નૌકામાં લગભગ 40 લોકો સવાર હતા. ઘટના બાદ તરત જ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યાં પ્રમાણે નૌકામાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા. જેને કારણે નૌકા નદીની વચ્ચે પલટી ગઈ હતી. આ તમામ લોકો મુંડન સંસ્કારમાં સામેલ થઈ રહ્યાં હતા. નૌકા પલટી જતાં કેટલાક લોકો તરીને બહાર આવ્યા હતા જ્યારે સ્થળ પર હાજર લોકોએ તરીને કેટલાક લોકોને બચાવ્યાં હતા. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20