Wed,16 September 2026,3:53 pm
Print
header

ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોનાં મોતની આશંકા, 20 થી વધુ ગુમ

  • Published By Panna patel
  • 2026-08-12 06:54:57
  • /

ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈને જતી હોડી પલટી 

કરીબા તળાવ ઝિમ્બાબ્વેની ઝામ્બિયા સાથેની સરહદ પર સ્થિત છે

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લગભગ 60 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે

હરારેઃ ઝિમ્બાબ્વેના કરીબા તળાવમાં 95 મુસાફરોને લઈને જતી હોડી પલટી જતા 15 લોકોનાં મોતની આશંકા છે અને 20 થી વધુ લોકો ગુમ છે. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, મંગળવારે ઝિમ્બાબ્વેના કરીબા તળાવ પર આ મોટો અકસ્માત થયો હતો. ઉત્તરી શહેર કરીબા અને અનેક ટાપુઓ અને માછીમારી શિબિરો વચ્ચે પરિવહન પૂરું પાડતી આ હોડી જોરદાર મોજાઓથી અથડાઈને પલટી ગઈ હતી

કરીબા તળાવ ઝિમ્બાબ્વેની ઝામ્બિયા સાથેની સરહદ પર સ્થિત છે, જે રાજધાની હરારેથી 300 કિલોમીટર (185 માઇલ) ઉત્તરપૂર્વમાં છે. તે વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત તળાવ છે.

પોલીસે જણાવ્યું હતું કે 90 લોકો અને પાંચ ક્રૂ સભ્યોને લઈ જતી હોડી કરીબા તળાવમાં પલટી ગઈ હતી. લગભગ 60 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને મૃતકોના મૃતદેહ ઓળખ માટે કરીબા લઈ જવામાં આવશે. બોટ સુધી પહોંચવામાં સમય લાગતા કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch