Tue,16 April 2024,11:19 pm
Print
header

શું ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી છીનવાશે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ? જાણો વધુ વિગતો- Gujaratpost

ચૂંટણી પંચ શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે

કપિલ સિબ્બલે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી કરી હતી દલીલો, ચૂકાદો શિંદે ગ્રુપની તરફેણમાં

મુંબઇઃ શિવસેનાના ચિહ્નના વિવાદમાં એકનાથ શિંદે જૂથને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમે ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો આપ્યો છે. જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેચે કેસ પરનો સ્ટે હટાવી લીધો છે. હવે ચૂંટણી પંચ શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર નિર્ણય લઈ શકે છે. જેમાં સીએમ શિંદે જૂથે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર દાવો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની યોગ્યતા નક્કી ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી.જો કે હવે ઉદ્ધવ પાસેથી સિવસેનાનું ચૂંંટણી ચિહ્ન છીનવાઇ શકે છે.

સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી દલીલો કરી હતી. તેમણે કહ્યું ચૂંટણી પંચ કેવી રીતે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર નિર્ણય લઈ શકે છે. આ ચિહ્ન વર્ષોથી શિવસેના પાસે છે અને તેમની પાસે ધારાસભ્યો પણ છેે.

23 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની આગેવાની હેઠળની 3 જજોની બેચે આ મામલો 5 જજોની બેચને મોકલી આપ્યો હતો.કોર્ટે કહ્યું હતુ કે બંધારણીય બેચ પહેલા નક્કી કરશે કે શિવસેનાના ચૂંટણી ચિહ્નને લઈને બંને પક્ષોના દાવા પર ચૂંટણી પંચે પોતાની કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ કે નહીં. પોતાને વાસ્તવિક શિવસેના ગણાવતા એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પક્ષનું ચૂંટણી ચિહ્ન પોતાને ફાળવવાની માંગ કરી હતી. પંચે આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી જવાબ માંગ્યો હતો, પરંતુ જવાબ આપવાને બદલે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. કોર્ટમાં સુનાવણીને કારણે પંચની કાર્યવાહી અટકી હતી. હવે ચૂંટણી પંચ આ મામલે નિર્ણય લઈ શકશે અને ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી આ ચિહ્ન છીનવાઇ શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch