Tue,17 June 2025,10:17 am
Print
header

કોલંબોથી મુંબઈ જઇ રહેલા કાર્ગો શીપમાં બ્લાસ્ટ, કોસ્ટગાર્ડે શરૂ કર્યું રેસક્યું

  • Published By
  • 2025-06-09 17:02:14
  • /

કેરળઃ કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં મોટો વિસ્ફોટ થયો છે, દરિયામાં આ દુર્ઘટના બાદ કોસ્ટગાર્ડ રેસક્યું માટે પહોંચ્યું છે. હાલમાં 4 ક્રૂ ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે.

કેરળ નજીકના દરિયામાં આ વિસ્ફોટ થયો છે, જેમાં અનેક કન્ટેનર દરિયામાં પડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. કોચીથી અંદાજે 300 કિ.મીના અંતરે દરિયામાં આ દુર્ઘટના થઇ છે, પ્રાથમિક માહિતી મુજબ જહાજના નીચેના ભાગમાં પહેલા બ્લાસ્ટ થયો હતો ત્યાર બાદ આગ લાગી ગઇ હતી, દૂર સુધી આગનો ધૂમાડો દેખાયો હતો.

આ જહાજમાં કૂલ 22 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી 4 નો કોઇ પત્તો નથી, કોસ્ટગાર્ડની ટીમે જહાજની નજીક પહોંચી છે અને રેસક્યું ઓપરેશન ચાલુ કર્યું છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch