Fri,28 March 2025,2:06 am
Print
header

ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં વિસ્ફોટ,મસ્જીદમાં આત્મઘાતી હુમલામાં 7 લોકોનાં મોત - Gujarat Post

તાલિબાનના પિતા કહેવાતા મૌલાના સમી-ઉલ હકના પુત્ર મૌલાના હમીદ ઉલ હક હક્કાનીનું વિસ્ફોટમાં મોત

લાહોરઃ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે મસ્જીદમાં આત્મઘાતી હુમલો થયો છે જેમાં 7 લોકોનાં મોત થયા હતા.પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શુક્રવારે જામિયા હક્કાનિયા મદરેસામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. મદરેસા પ્રાંતના નૌશેરા વિસ્તારમાં સ્થિત છે.

પાકિસ્તાનના 'તાલિબાનના પિતા' મૌલાના સમી-ઉલ હકના પુત્ર મૌલાના હમીદ ઉલ હક હક્કાનીનું આ વિસ્ફોટમાં મોત થયું છે. જીઓ ન્યૂઝે આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંતના નૌશેરા શહેર નજીક અખોરા ખટ્ટક વિસ્તારમાં દારુલ ઉલૂમ હક્કાની મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાખોર શુક્રવારની નમાજ દરમિયાન મસ્જીદના મુખ્ય હોલમાં હાજર હતો અને નમાજ પૂરી થતાંની સાથે જ તેણે પોતાને ઉડાવી દીધો હતો.

શુક્રવારની નમાજ દરમિયાન મદરેસાના મુખ્ય હોલમાં વિસ્ફોટ થયો હતો, જેના પગલે સરકારે નૌશેરામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. શરૂઆતની તપાસ મુજબ, તે એક આત્મઘાતી હુમલો હતો. આ મદરેસાની સ્થાપના સપ્ટેમ્બર 1947 માં ઇસ્લામિક વિદ્વાન મૌલાના અબ્દુલ હક હક્કાની દ્વારા કરવામાં આવી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, આતંકવાદના આવા કાયર અને જઘન્ય કૃત્યો આતંકવાદ સામેના આપણા સંકલ્પને નબળો પાડી શકતા નથી. અમે દેશમાંથી તમામ પ્રકારના આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ. ગૃહ મંત્રાલયના એક્સ પરની એક પોસ્ટ અનુસાર, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસીન નકવીએ પણ વિસ્ફોટની નિંદા કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch