Fri,18 June 2021,1:48 am
Print
header

ભાજપના ફોટોપ્રેમી નેતાઓ, દર્દીને નારંગી આપવા 23 નેતાઓ ભેગા થયા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો

PM મોદી કહે છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો પરંતુ આઇ.કે.જાડેજા જેવા નેતા મોદીનું નથી માનતા !

 

અમદાવાદઃ કોરોના વાઇરસની બીજી લહેર થોડી ધીમી પડી છે, નિષ્ણાંતો હજુ ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ કરવા સલાહ આપી રહ્યાં છે આ બધાની વચ્ચે પાછા ભાજપના નેતાઓ ટોળાં ભેગા કરી રહ્યાં છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેલીઓને કારણે ગુજરાતમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હતો નેતાઓની બેદરકારીને કારણે આ સ્થિતી ઉભી થઇ હતી તેમ છંતા હવે પાછા ભાજપના નેતાઓ ફરીથી બેદરકારી રાખી રહ્યાં છે

કેન્દ્રમાં મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરવા ધાગંધ્રામાં ભાજપના સિનિયર નેતા આઇ કે જાડેજાની આગેવાનીમાં સેવા એજ સંગઠન અભિયાન ચલાવાયું, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળ આપવાનું નક્કી કરાયું હતું. સામાન્ય રીતે કોરોનાની સ્થિતિ હોય ત્યારે ભીડ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.પરંતુ ખુદ આઇ કે જાડેજા કાર્યકરો સાથે સામાજિક અંતર વિના ફોટો પડાવવા લાગ્યા હતા. હદ તો ત્યારે થઇ જ્યારે આટલી મોટી સંખ્યામાં આ ટોળું હોસ્પિટલ પહોંચી ગયું અને દર્દીને નારંગી અને અન્ય વસ્તુઓ આપીને તેની ફોટોગ્રાફી કરાવી.

અન્ય જગ્યાએ પણ ભાજપના નેતાઓએ આવા જ કારનામા કર્યાં છે જ્યાં ઘણા લોકો માસ્ક વગર દેખાયા છે. અગાઉ પણ આવા નેતાઓને કારણે જ કોરોના ફેલાયો હતો અને સામાન્ય લોકોએ હેરાન થવું પડ્યું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->