Fri,19 April 2024,10:46 am
Print
header

કૌભાંડ, અમદાવાદમાં ભાજપનો એક નેતા ગરીબોનો કોળિયો ઝૂંટવીને કાળાબજાર કરતાં પકડાયો

દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર 

અમદાવાદના સૈજપુર બોઘા ગામમાં 20 વર્ષથી સસ્તા અનાજની સરકારી દુકાન ચલાવતો ભાજપનો નેતા કાળા બજાર કરતાં પકડાયો છે. અહીં 200 કુટુંબોને અનાજ, કેરોસીન અને તેલ આપવામાં આવતું હતું. જેમાંથી 25 વર્ષથી 50 ટકા જથ્થો કાળા બજારમાં જતો રહેતો હોવાનું બહાર આવ્યું છે. કાળાબજાર કૌભાંડમાં ભાજપનો પ્રમુખ મહેન્દ્ર ઠાકોર રંગે હાથે પકડાયો છે.

સૈજપુર બોઘા વોર્ડના ભાજપ પ્રમુખ મહેન્દ્ર ફુલાભાઈ ઠાકોરને ત્યાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યાં હતા. ગામની ગરીબ મહિલાઓ જણાવ્યું કે છેલ્લાં 25 વર્ષથી શોષણ ખોર ભાજપના નેતા સામે કોઈ પગલાં લેવાતાં ન હતા.તેથી મહિલાઓએ ભેગા થઈને પુરવઠા અધિકારીઓ સમક્ષ મોરચો લઈ જઈને ભ્રષ્ટ નેતા સામે ફરિયાદ કરી હતી. 2005માં મહેન્દ્રના પત્ની મંજૂલાબેન મહેન્દ્ર ઠાકોર કોર્પોરેશનની ચૂંટણી લડેલા અને ડિપોઝીટ જપ્ત થઈ હતી. તેઓના કાળા બજારના કારણે ભાજપને એક પણ ગરીબ કુટુંબોએ મત આપ્યાં ન હતા. તેમ છતાં મહેન્દ્ર વર્ષોથી ભાજપમાં હોદ્દાઓ ભોગવે છે. કારણ કે સ્થાનિક નેતાઓને તે ફંડ લાવી આપે છે.  અધિકારી ઓએ દરોડા પાડીને કાર્યવાહી કરી પરંતુ ભાજપના સ્થાનિક ધારાસભ્ય વલ્લભ કાકડીયાએ તેને છોડાવવા માટે અધિકારીને ફોન કર્યો હતો. જેથી એક દિવસ તેની ધરપકડ ટાળી છે. પરંતુ હવે તેની ધરપકડ કરવી પડશે.

છારાનગરથી આવેલા એક શખ્સને કાળા બજારનું કેરોસીન ભરી આપતાં તે રંગે હાથ પકડાયો હતો, 200 ફીંગર પ્રિન્ટ નિકળી પણ ચોપડામાં 40 લોકોને અનાજ કે કેરોસીન અપાયું હોવાનું સામે આવ્યું છે, તેથી ચોપડા, માલ અને દુકાનને સીલ કરી દેવાયા હતા, આવું 20 વર્ષથી ચાલતું હોવાનું સ્થાનિક લોકો કહે છે. જેમાં 50 ટકા માલનો ભ્રષ્ટાચાર કરીને કાળાબજાર કરી રહ્યાં હતા. આ કાર્યવાહીનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો છે. ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘઉં, ચોખા, ખાંડ સહિત ની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના બદલે 50 ટકા જેટલો જથ્થો ભાજપના મળતીયાઓ-ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરી કાળાબજારમાં આપી દેવામાં આવે છે.પંડિત દીનદયાળ યોજના હવે ધનસંચય યોજના બની ગઈ છે.

45 લાખ કુટુંબોનો અડધો ભાગ ખવાય જાય છે, રાજ્યના અંત્યોદયના 6.25 લાખ, બીપીએલના 19.75 લાખ અને એપીએલના 45 લાખ કાર્ડધારકોને દિનદયાલ  ઉપાધ્યાયના નામે સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોની ખોટા ફીંગર પ્રિન્ટ બતાવીને આ રીતે માલ ભાજપના તગડા ભ્રષ્ટાચારીઓ લઈ જાય છે.જે વસ્તુ સરકાર પાસેથી 2 રૂપિયે કિલો મળે છે તે 18.20 રૂપિયે પ્રતિ કિલો ફલોરમીલ અને બિસ્કીટ ની ફેકટરીઓમાં વેચાય છે, આમ 16 રૂપિયા જેટલી રકમ ભાજપના નેતાઓના ખિસ્સામાં જઈ રહી છે. રાજ્યમાં અન્ન નાગરીક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટાપાયે ગેરરીતિઓ પકડાઈ છે તેમ છતાં ભાજપ સરકાર પગલાં લેવાને બદલે ભીનું સંકેલે છે.

રાશનની દુકાનોમાં ઓનલાઈન સિસ્ટમ પાછળ રૂપિયા ૩૦૦ કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે. એપીએલ કાર્ડધારકોને મળવાપાત્ર જથ્થો બારોબાર સગેવગે કરવા માટે દલાલો મારફતે એપીએલકાર્ડ ધારકોના બારકોડેડ નંબરે એનએફએસમાં નંખાવી અનાજનો કવોટા મેળવી લેવાય છે. અન્ન નાગરીક પુરવઠામાં દર મહિને રૂ.૩૦૦ કરોડથી વધુંનો કાળાબજાર થાય છે. ભાજપના શાસનમાં હવે કાળા બજારીયા ઓ પક્ષમાં હોદ્દા પર પહોંચી ગયા છે. ગરીબોનો મળવાપાત્ર કેરોસીનના કવોટામાં ત્રણ વર્ષમાં 48 ટકાનો જબરજસ્ત કાપ મુકાયો છે. ગુજરાતમાં દર મહિને 5.61 કરોડ લીટરનો જથ્થો પીડીએસ હેઠળ મળતો હતો. અન્ન સુરક્ષા અધિકાર કાનૂન હેઠળ લાભાર્થી 54 ટકા એટલે કે 3.24 કરોડ નાગરિકોને લાભ આપવાને બદલે દર મહિને 3૦૦ કરોડના ઘઉં, ચોખા, ખાંડનો જથ્થો સગેવગે કરીને ગરીબોના મુખમાંથી ભાજપના નેતાઓ કોળિયો છીનવી રહ્યાં છે.

રૂપિયા 40 હજાર કરોડનું કૌભાંડ !

શાસક પક્ષ ભાજપના અનેક આગેવાનો સસ્તા અનાજની દુકાન એક યા બીજાના નામે ધરાવે છે. તેમનો ઘઉં અને ચોખાના વેચાણનો કારોબાર પણ મોટો છે. આથી જ્યાં સુધી સરકાર કાયદાનો કડક અમલ કરવાની સત્તા અધિકારીઓને નહીં આપે ત્યાં સુધી યોજનાઓથી ગરીબ વર્ગ હંમેશા માટે વંચિત રહેશે. ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં છેલ્લા 15 વર્ષોમાં અન્ન અને નાગરિક પુરવઠા તેમ જ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આચરાયેલા રૂ.4૦ હજાર કરોડના કથિત કૌભાંડની તપાસ જ થઈ નથી

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch