Fri,19 April 2024,2:17 pm
Print
header

ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં ફેલાયો Bird Flu, જાણો વડાપ્રધાન મોદીએ શું કહ્યું ?

Bird Flu: દેશમાં બર્ડ ફ્લૂ હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.કેન્દ્ર સરકારે ફ્લૂ  અટકાવવા પગલા લેવાનું શરૂ કર્યું છે. જો કે બધા મુર્ગી મંડી કે પોલ્ટ્રી ફાર્મ બંધ કરવાના આદેશ આપ્યાં નથી. અત્યાર સુધી કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચુકી છે.

ગુજરાતમાં બર્ડ ફ્લૂથી લોકોની ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધી રાજ્યમાં જૂનાગઢ, સુરત, વલસાડ અને વડોદરામાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. સુરત, જૂનાગઢ અને વલસાડ બાદ વડોદરાના સાવલીના વસંતપુરા ગામમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ છે. ભોપાલમાં મોકલેલા મૃત કાગડાના બર્ડ ફ્લૂ  રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ પણ દેશના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂની સ્થિતિને લઈને રાજ્યોને સાવધાન રહેવા જણાવ્યું છે. મોદીએ કહ્યું વન વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ, પશુપાલન વિભાગ વચ્ચે જેટલું સંકલન હશે તેટલા ઝડપથી આપણે બર્ડ ફ્લૂ પર નિયંત્રણ મેળવવામાં સફળ રહીશું.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch