પીએમના સ્વચ્છત ભારત અભિયાન , આત્મનિર્ભરતા માટે જન જાગૃતિની કામગીરી કરશે
હિરેન ઉપાધ્યાયઃ સુરત (Surat) માં રહેતી 42 વર્ષીય મહિલા બાઇકર દુરૈયા તપિયાએ 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ (country wide truck ride)ની શરુઆત કરી છે. 35 દિવસના તેમના રાઇડ દરમિયાન તે 13 રાજ્યોમાં જશે જ્યાં 4500 ગામડાઓમાં 10 હજાર કિલોમીટર સુધીની સફર ખેડશે. તેમના આ સાહસિક સફર પાછળ સ્વચ્છ ભારત મિશન, નારી સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (prime Minister Narendra Modi)વિઝનને જનતા સુધી પહોંચાડશે. સામાન્ય રીતે રાઇડર્સ બાઇક પર આ પ્રકારના સાહસ કરતા હોય છે.પણ દુરૈયા તપિયાએ ટ્રક લાયન્સ મેળવવા માટે ત્રણ મહિના સુધી ટ્રક ડ્રાઇવીંગ શીખ્યું હતુ અને પરીક્ષા આપીને લાયન્સ મેળવ્યું છે.જેને લઇને સૌ કોઇએ તેમના આ સાહસને બિરદાવ્યું છે. સામાન્ય રીતે મહિલાઓ માટે આ અશક્ય હોવાનું લોકો માને છે પણ દુરૈયા તપિયાએ લોકોની માનસિકતાને ખોટી સાબિત કરી છે.
દુરૈયા તપીયાએ જણાવ્યું કે સામન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે,ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું પણ અશક્ય નહીં. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓમાં હેવી લાઈસન્સ (heavy license) માટેની પ્રોસેસ કરી હેવી લાઈસન્સ મેળવ્યું, હવે રાઇડ માટે તૈયાર છું. મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડશે આ એક ગૌરવની વાત છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાએ પણ દુરૈયા તપિયાની પ્રશંસા કરવા સાથે શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનિય છે કે દુરૈયા તપિયા સાહસિક મહિલા છે. બાઇકર્સ તરીકે તે પોતાની ઓળખ પ્રસ્થપિત કરી ચૂકી છે. તે ભારત ભ્રમણ સાથે જ વિદેશમાં પણ બાઇક રાઇડ કરી ચૂકી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03