Fri,19 April 2024,3:16 am
Print
header

ગોપી વહૂના નામે જાણીતી દેવોલિના ભટ્ટાચાર્જી 14 દિવસ માટે સેલ્ફ ક્વૉરન્ટાઇન થઈ, જાણો શું કામ ?

ગોપી વહુ નામે જાણીતી ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 13ની સ્પર્ધક દેવોલિના ભટ્ટાચાર્જીનું બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે. દેવોલિનાના બિલ્ડિંગમાં એક શખ્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં પછી આ પગલાં લેવામાં આવ્યાં છે. સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે એક્ટ્રેસના બિલ્ડિંગને હાલ સીલ કરી દેવામાં આવ્યું છે. એક જાણકારી અનુસાર, દેવોલિનાએ પણ પોતાને 14 દિવસ માટે સેલ્ફ ક્વૉરન્ટાઇન કરી છે.

દેવોલિનાના બિલ્ડિંગમાં જે શખ્સને કોરોના થયો છે તેના ઘરે એક રસોઈયો કામ કરે છે. આ જ રસોઈયો દેવોલિનાના ઘરે પણ ભોજન બનાવવા આવતો હતો. આ જ કારણે દેવોલિના પોતે સેલ્ફ-ક્વૉરન્ટાઇન થઈ છે. જણાવી દઈએ કે, દેવોલિના મુંબઈના ગોરેગાંવ ઈસ્ટમાં રહે છે. અહીં તેની સાથે મમ્મી અને ભાઈ પણ રહે છે. જો કે, દેવોલિના હાલ ઘરે એકલી છે. લોકડાઉન પહેલા જ તેની માતા અને ભાઈ તેમના વતન આસામ ગયા હતા પરંતુ લોક ડાઉન થતાં તેઓ ત્યાં ફસાઈ ગયા છે. મહત્વનું છે કે દેવોલિના ભટ્ટાચાર્જી ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં ગોપી વહૂનું પાત્ર નિભાવે છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar