અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) દેશ વિરોધી કાવતરાનો પર્દાફાશ કરીને બે કટ્ટરપંથી આતંકીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠિત થઈને ભારતમાં અશાંતિ ફેલાવવા અને લોહિયાળ ખેલ ખેલવાની ફિરાકમાં હતા. એટીએસને મળેલી ચોક્કસ બાતમીને આધારે સિદ્ધપુરથી ઈરફાન પઠાણ (22 વર્ષ) ની ધરપકડ કરવામાં આવી હતી.
ઈરફાનની પૂછપરછમાં મુંબઈના મૂર્શિદ શેખ (21 વર્ષ) નું નામ ખુલતા, એટીએસની ટીમે મુંબઈ જઈ તેની પણ અટકાયત કરી છે. હાલ કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલમાંથી વાંધાજનક સામગ્રી અને ચેટ્સ મળી આવ્યાં છે. જેમાં તેઓ રાજકીય નેતાઓ અને RSS સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવી દેશમાં ભયનું વાતાવરણ ઉભું કરવા માંગતા હતા.
આરોપીઓ RDX અને અન્ય વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બોમ્બ કેવી રીતે બનાવવો તેની તાલીમ લેવા અને અન્યને આપવાના આયોજનમાં હતા.
તેમનો ઉદ્દેશ ભારતમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવી ગઝવા-એ-હિન્દની સ્થાપના કરવાનો અને શરિયત કાયદો લાગુ કરવાનો હતો. ઈરફાન સોશિયલ મીડિયા દ્વારા ISIS અને અન્ય આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારોનું સ્મગલિંગ કરવાનું ષડયંત્ર કરી રહ્યાં હતા.
ATSને આરોપીઓના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી અનેક એવા ગ્રુપ મળી આવ્યાં છે જેમાં કટ્ટરપંથી સાહિત્ય પીરસવામાં આવતું હતું. આ યુવકો દેશભરના સમાન વિચારધારા ધરાવતા લોકોને ભેગા કરીને ફંડ ઉઘરાવવાનું આયોજન કરી રહ્યાં હતા.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26